જર્મનીમાં નૂરેમબર્ગ પાસે કાફેમાં બ્લાસ્ટ,એકનું મોત,11 ઈજાગ્રસ્ત

Date:2016-07-25 10:28:30

Published By:Jayesh

નૂરેમબર્ગ –જર્મનીના નૂરેમબર્ગ પાસે આંસખાબ સિટીમાં બ્લાસ્ટના સમાચાર છે.જણવાઈ રહ્યુ છેકે બ્લાસ્ટ એક કાફેમાં થયો હતો.બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે.જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ હુમલાખોરને ગોળી મારી દીધી છે.

બ્લાસ્ટ વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.જણાવાઈ રહ્યુ છેકે બ્લાસ્ટ દરમિયાન કાફેમાં ઘણી ભીડ હતી.ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવી ઘટનાને સમજી-વિચારીને અંજામ આપવામાં આવ્યો છે.ત્યારે કેટલાંક લોકો તેને ગેસ બ્લાસ્ટનું કારણ ગણાવી રહ્યા છે.હાલમાં ઘટનાસ્થળ પર પોલીસની નાકાબંધી કરી દેવામાં આવી છે.ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

બે દિવસ પહેલાં જર્મનીના મ્યુનિચ શહેરમાં ઓલંપિયા શોપિંગ મોલમાં ફાયરિંગ થયું હતું.આ દરમિયાન 10 લોકોના મોત થયા હતા જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પોલીસ રિપોર્ટનું માનીએ તો શૂટરે હુમલો કર્યા પછી પોતાને ગોળી મારી દીધી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close