બેટી બચાઓ બેટી પઢાઓ માટે ફૂટબોલના મેદાનમાં ઉતર્યા દિગ્ગજ,અભિષેક બચ્ચનની ટીમે બાજી મારી

Date:2016-07-25 10:33:52

Published By:Jayesh

નવી દિલ્હી – રાજધાનીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ફૂટબોલના મહામુકાબલા માટે જ્યારે દેશના દિગ્ગજ મેદાનમાં ઉતર્યા ત્યારે આખી દિલ્હીએ ચીયર કર્યુ હતું.રાજનીતિના દિગ્ગજ અને બોલિવુડના સ્ટાર્સની વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ હતી.બોલિવુડ ટીમની કેપ્ટનશીપ અભિષેક બચ્ચને તો નેતાઓની ટીમની કેપ્ટનશીપ યોગગુરુ બાબા રામદેવે સંભાળી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી બચાઓ બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત જેવા અભિયાનને સમર્થન આપવા માટે આ ચેરિટી મેચ રમવામાં આવી હતી.

રાજધાનીમાં આયોજિત આ મહામુકાબલામાં બોલિવુડથી અભિષેક બચ્ચન,ડિનો મોરિયા,રણબીરકપૂર,શબ્બીર અહલુવાલિયા,કરણ વાહી જેવા સિતારા ફૂટબોલ રમતા જોવા મળ્યા તો બીજી બાજુ મનોજ તિવારી,બાબુલ સુપ્રિયો,પ્રવેશ વર્મા જેવા નેતાઓએ બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન માટે મેદાનમાં પરસેવો પાડ્યો હતો.આ રોમાંચક મેદાનમાં બાબા રામદેવ પણ પોતાનો જુસ્સો બતાવવાથી ચૂક્યા નહોતા.બાબા રામદેવ અને બાબુલ સુપ્રિયોએ આ પ્રસંગે રિયો ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.

મેચમાં બાબુલ સુપ્રિયો,પ્રવેશ વર્મા અને મનોજ તિવારીએ પોતાની ટીમને બચાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા પરંતુ બોલિવુડ સ્ટાર્સ ગોલ કરતા ગયા અને નેતાઓનો સ્કોર ઝીરો પર અટકી રહ્યો.આ રોમાંચક મેચ 10-0થી અભિષેકની ટીમે જીતી લીધી.આ ચેરિટી મેચનો લોકોએ ભરપૂર આનંદ ઉઠાવ્યો.


 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close