પત્રકાર વીઝા મામલે ચીન લાલઘૂમ,કહ્યુ ભારતે ગંભીર પરિણામ ભોગવવા પડશે

Date:2016-07-25 11:13:26

Published By:Jayesh

બીજિંગ: ત્રણ પત્રકારો સામે ભારતે અપનાવેલા કડક વલણથી ચીન અકળાયું છે. ચીનના સ્ટેટ મીડિયાએ કહ્યું છે કે, જો તેઓ ભારતના ત્રણ જર્નાલિસ્ટને દેશ બહાર કાઢશે તો ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. ભારતે ચીનના આ ત્રણેય જર્નાલિસ્ટના વિઝા રિન્યૂ કરવાની ના પાડી દીધી છે અને તેમને 31 જુલાઈ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. 

ચીને કહ્યું છે કે, જો તેના જર્નાલિસ્ટ્સને ભારતની બહાર કાઢવામાં આવશે તો તેઓ ભારતીયોને વિઝા આપવામાં મુશ્કેલી ઊભી કરશે. ચીનમાં પણ ઘણાં ભારતીય જર્નાલિસ્ટ છે.આ વાત ચીનના સ્ટેટ મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહી છે.સ્ટેટ મીડિયાએ એવુ પણ કહ્યું છે કે, જો નવી દિલ્હી એનએસજી મેમ્બરશીપ ન મળી હોવાથી આ પ્રમાણેનો બદલો લેતી હોય તો તેના ગંભીર પરિણામ આવશે.આ વખતે વિઝાનો મુદ્દો છે. અમે પણ સામે આકરાં પગલાં લઈશું. અમે પણ ભારતીયોને જણાવી દઈશું કે ચીનના વિઝા લેવા એટલા સરળ નથી.


ગ્લોબલ ટાઈમ્સ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના માઉથપીસ 'પીપ્લસ ડેલી' સાથે સંકળાયેલું છે.આ ચીનનું પહેલું સ્ટેટ મીડિયા છે જેણે 3 જર્નાલિસ્ટને કાઢવાની વાત પર રિએક્શન આપ્યું છે.તેમણે લખ્યું છે કે, ભારતનું ચીનના જર્નાલિસ્ટને વિઝા રિન્યૂ ન કરવાનો નિર્ણય ખૂબ જ ખોટો છે.ભારતના આ નિર્ણયનો નેગેટિવ મેસેજ જશે. આ નિર્ણયની અસર ભારત અને ચીનના સંબંધ પર થશે.સ્ટેટ મીડિયાએ એવુ પણ કહ્યું છે કે, ચીન જર્નાલિસ્ટને ભારતમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના બદલામાં ચીન ભારતીયોને સરળતાથી વિઝા આપી દે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, 3 જર્નાલિસ્ટમાં વાઉ કિયાંગ, લુ તાંગ અને યોગાંગ સામેલ છે.વાઉ અને લુ, શિન્હુઆના દિલ્હી બ્યૂરોમાં કામ કરે છે. યોગાંગ મુંબઈમાં રિપોર્ટર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ કાર્યવાહીનો અર્થ એમ નથી કે શિન્હુઆના જર્નાલિસ્ટ ભારતમાં કામ નથી કરી શકતા. એજન્સી આ જર્નાલિસ્ટ્સના સ્થાને નવા જર્નાલિસ્ટને એપોઈન્ટ કરી શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close