સિદ્ધુએ પંજાબ કાર્ડ ખોલ્યું,કહ્યુ મને પંજાબથી દૂર રહેવા માટે કહ્યુ,આથી રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું

Date:2016-07-25 12:32:54

Published By:Jayesh

નવી દિલ્હી – પૂર્વ ક્રિકેટર અને સાંસદ નવજોતસિંહ સિદ્ધુએ આખરે રાજ્યસભામાંથી પોતાના રાજીનામાને લઈને મૌન તોડ્યું હતું પરંતુ તેમનું આગળનું પગલું શું હશે તે અંગે કોઈ માહિતી આપી નહોતી.સોમવારે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે તેમના માટે પંજાબથી મોટુ કંઈ નથી.પંજાબ તેમનું ઘર છે પરંતુ તેમને પંજાબથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું,આથી તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સિદ્ધુએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપીને કઠેડામાં ઉભી કરતાં કહ્યુ કે મેં રાજ્યસભામાંથી એટલા માટે રાજીનામું આપ્યું કારણ કે મને કહેવામાં આવ્યું હતુ કે તમારે પંજાબ તરફ જોવાનું નથી.મને પંજાબથી દૂર રહેવાનું કહેવામાં આવ્યુ પરંતુ સિદ્ધુ અમૃતસરને આપેલ પોતાનું વચન તોડી શકે નહીં.પક્ષી સાંજે ઘરે પાછું આવે છે,તો  પછી સિદ્ધુ પંજાબ કેવી રીતે છોડી શકે.

નવજોતસિંહ સિદ્ધુએ કહ્યુ કે તેમને કોઈ પણ કારણ વિના પંજાબ છોડવા માટે કહેવામાં આવ્યુ હતું.તેમણે કહ્યુ કે મને કોઈ કારણ જણાવો,જે પંજાબે મને ચાર આટલું મોટું સન્માન આપ્યું,હું તેને  કેવી રીતે છોડી શકું.જ્યા પંજાબનું હિત હશે,સિદ્ધુ ત્યાં ઉભો હશે.તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે મૌન સેવ્યું હતું. આમ આદમી પાર્ટી પંજાબના હિતમાં અનેક કામ કરવાની યોજના અંગે વાતો કરી રહી છે અને હાલમા રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ડ્ર્ગ્સનો ધીખતો વેપાર બીજેપી-અકાલી દળની સરકાર માટે મુશ્કેલી સર્જી રહ્યો છે ત્યારે નવજોતસિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં.હાલમાં અરવિંદ કેજરીવાલે પણ સિદ્ધુના આમ આદમી પાર્ટીમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close