લીંબડી પાસે ટ્રક-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત

Date:2016-07-25 12:43:37

Published By:Jayesh

લીંબડી - ચોવીસ કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા અમદાવાદ - રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.લીમડી નજીક એક ટ્રક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના લીમડી નજીક પાણશીણા પાટિયા પાસે ટ્રકનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરમાં ત્રણ લોકો બેઠા હતા, તે તમામનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.


મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકની ઓળખ થઇ નથી પરંતુ બગોદરાના હોઈ શકે એવી શકયતા છે. આ સિવાય અન્ય ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે લીમડીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનનારના પરિવારોની શોધ-ખોળ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે લીમડી - બગોદરા હાઈવે પર નાના-મોટા અકસ્માતની વણઝાર સર્જાતી હોય છે. આ હાઈવે પર કાર, બસ, ડમ્પર, અને ટ્રકના અકસ્માત વારંવાર સર્જાતા હોય છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close