રિયો પહેલા ભારતને વધુ એક ફટકો, નરસિંહનો રૂમ પાર્ટનર પણ ડોપ ટેસ્ટમાં ફેલ

Date:2016-07-25 12:47:02

Published By:Jayesh

નવી દિલ્હી: રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધા પહેલા નરસિંહ યાદવ પછી વધુ એક રેસલરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. સંદીપ તુલસી યાદવ ડોપ ટેસ્ટમાં ફેલ થયો હોવાનું માલુમ પડ્યુ છે. મહત્વપૂર્ણ છે કે સંદીપ તુલસી યાદવ ડોપ ટેસ્ટમાં ફેલ થયેલા નરસિંહ યાદવનો રૂમ પાર્ટનર જ હતો. સોનીપતમાં આવેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ બન્ને રેસલરના ડગ ટેસ્ટ પોઝિટીવ હોવાનું જણાવ્યુ હતું. સંદીપ યાદવે મેથેડીઓન અને વધુ પ્રમાણમાં સ્ટેરોઇડ લીધુ હતું.


ઓલિમ્પિક માટે રેસલિંગમાં એકમાત્ર કોટા મેળવનાર નરસિંહ યાદવ ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો.   તેના બે સેમ્પલમાં તે ફેઇલ થયો હતો.યાદવને સુશીલ કુમારની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો હતો. તેને 74 Kg વેટમાં સુશીલ કુમારને બાઉટ માટે ચેલેન્જ પણ કરી હતી.

સુશીલ કુમારના કોચ સતપાલ સિંહે કહ્યું કે જો પહેલવાન નરસિંહ ડોપિંગમાં દોષી છે તો આ દેશ સાથે વિશ્વાસઘાત છે.જ્યારે નરસિંહ યાદવે જણાવ્યુ કે કોઇએ તેને ફસાવ્યો છે અને તેના ભોજનમાં કોઇએ વિશ્વાસઘાતથી કઇક એવુ ભેળવ્યુ છે જેનાથી તેના ઓલમ્પિકમાં જવા પર સવાલ ઉભા થાય.

 

Cricket Score

WhatsApp Registraltion

Close