સફારી પાર્કમાં નિયમોની અવગણના કરી,કિંમત જીવથી ચૂકવી

Date:2016-07-25 14:22:46

Published By:Jayesh

બીજિંગ : અહીંના બાદાલિંગ વાઈલ્ડ-લાઈફ વર્લ્ડમાં સફારીમાં વાઘે બે મહિલાઓની ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે બીજી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, નિયમોની અવગણના બે મહિલાઓને ભારે પડી ગઈ હતી. 

બહાર આવેલી વિગતો પ્રમાણે, તા. 23 જુલાઈના  એક વૃદ્ધ મહિલા, એક યુવાન મહિલા, એક પુરૂષ અને એક બાળક કારમાં હતા. પ્રાઈવેટ કારમાં તેઓ બાદાલિંગ વાઈલ્ડલાઈફ વર્લ્ડમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે એક મહિલા કારની બહાર નીકળી હતી અને થોડી સેકન્ડ્સ સુધી બહાર જ હતી, ત્યારે તેની ઉપર સાઈબિરિયન વાઘે હુમલો કર્યો હતો.પ્રથમ મહિલાને બચાવવા માટે બીજી મહિલા પણ બહાર નીકળી હતી. જેની ઉપર અન્ય સાઈબિરિયન વાઘે હુમલો કર્યો હતો. સાથે રહેલો પુરૂષ તેમને બચાવવા માટે પાછળ દોડ્યો હતો. પરંતુ તે બચાવી શક્યો ન હતો.ઘટનાની થોડી ક્ષણોમાં જ વાઈલ્ડ લાઈફ ગાર્ડ્સ પણ ત્યાં ધસી જાય છે. જોકે, તેઓ મહિલાને બચાવી શક્યા ન હતા. 


હુમલામાં ઘવાયેલી બીજી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે.સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, કારમાં મહિલાને અન્યો સાથે બોલાચાલી થઈ હતી. એટલે તેણી બહાર નીકળી હતી.પાર્કે આ અંગે ઔપચારિક રીતે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ગાર્ડ્સ દ્વારા મહિલાને કારમાં પ્રવેશવાની તથા વાહનને ચલાવતા રહેવાની સૂચના આપી હતી.જેની આ મુલાકાતીઓ એ અવગણના કરી હતી. 

Cricket Score

WhatsApp Registraltion

Close