અશ્વિને ઈતિહાસ રચ્યો,આવી સિદ્ધિ મેળવનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો

Date:2016-07-25 14:38:10

Published By:Jayesh

એન્ટીગુઆ- ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની કમાલની બોલિંગના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથા દિવસે ઈનિંગ્સ અને 92 રને વિજય મેળવી લીધો હતો.અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચમાં સદીની સાથે 7 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો હતો.અશ્વિન એક ટેસ્ટમાં સદી અને પાંચથી વધારે વિકેટ ઝડપવાની બે વાર સિદ્ધિ મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

તેણે આ પહેલાં આ સિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈમાં 22થી 26 નવેમ્બર 2011માં રમાયેલી ટેસ્ટ મેચમાં મેળવી હતી.આ દરમિયાન તેણે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ્સમાં 156 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.તેના પછી ભારતના પહેલા દાવમાં તોફાની સદી ફટકારી હતી.અશ્વિને 118 બોલમાં 15 ફોર અને 2 સિક્સની મદદથી 103 રન બનાવ્યા હતા.

એન્ટીગુઆમાં રમાયેલ ટેસ્ટ મેચમાં અશ્વિને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યુ હતું.તેણે ભારતના પહેલા દાવમાં સદી ફટકારી હતી.અશ્વિને આ ઈનિંગ્સમાં 253 બોલનો સામનો કરીને 12 ચોક્કા લગાવ્યા હતા.અશ્વિનને પહેલા દાવમાં કોઈ વિકેટ મળી નહોતી પરંતુ તેણે બીજા દાવમાં જોરદાર બોલિંગ કરીને યજમાન ટીમને ધ્વસ્ત કરી નાંખી હતી અને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.શાનદાર પ્રદર્શન માટે અશ્વિનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close