#Ind vs WI – એશિયાની બહાર ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીતના 5 હીરો

Date:2016-07-25 14:41:55

Published By:Jayesh

એન્ટીગુઆ – વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં એશિયાની બહાર સૌથી મોટી જીત મેળવી હતી.આ છે ટીમ ઈન્ડિયાની જીતના પાંચ હીરો જેના પ્રદર્શનથી બન્યો એક રેકોર્ડ …….

1.વિરાટ કોહલી – કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા દાવમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 70.67ના સ્ટ્રાઈક રેટથી 283 બોલમાં 200 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.આ દરમિયાન તેણે 24 ચોક્કા લગાવ્યા હતા.કોહલીના પ્રદર્શને ટીમને વિરાટ સ્કોર સુધી પહોંચાડી દીધો હતો,જેનાથી બીજો દાવ રમવાની જરુર પડી નહોતી અને વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન રમવું પડ્યું હતું.

2.રવિચંદ્રન અશ્વિન – ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર.અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું.અશ્વિને પહેલા દાવમાં 253 બોલમાં 12 ચોક્કાની મદદથી 113 રન બનાવ્યા હતા.તેની એવરેજ 44.46 હતી.બીજા દાવમાં અશ્વિને 25 ઓવરમાં 83 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.અશ્વિનને શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

3.ઉમેશ યાદવ – ઝડપી બોલર ઉમેશ યાદવે પહેલા દાવમાં 18 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.ઉમેશ યાદવે ટીમને મહત્વપૂર્ણ સમયે વિકેટ અપાવી હતી.ઉમેશ યાદવે કેરેબિયન બેટ્સમેનોને મોટી ભાગીદારી કરતા રોક્યા અને ટીમને સફળતા અપાવી.બીજા દાવમાં ઉમેશ યાદવે 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

4.મોહમ્મદ શમી – ઝડપી બોલર મોહમ્મદ શમી પણ ઈજામાંથી બહાર આવ્યા પછી ધારદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો.તેણે પહેલા દાવમાં 20 ઓવરમાં 66 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.બીજા દાવમાં શમીએ 10 ઓવરમાં 26 રન આપ્યા હતા.

5.શિખર ધવન – ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પહેલા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.ધવને 147 બોલમાં 84 રન બનાવીને ટીમને મજબૂતી આપી હતી.આ ઈનિંગ્સમાં તેણે 9 ફોર અને એક સિક્સ લગાવી હતી.તેનો સ્ટ્રાઈક રેટ 57.14નો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close