જેલના સત્તાધીશો ફરી ઉઁઘતા ઝડપાયા,કેદી 25 ફૂટની દીવાલ કૂદી ફરાર

Date:2016-07-25 15:58:52

Published By:Jayesh

અમદાવાદ: સાબરમતી જેલના સત્તાધીશો ફરી એકવાર ઊંઘતા ઝડપાયા છે. જેલમાંથી એક કેદી ફરાર જતાં પોલીસ દોડતી થઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રવિવારે બપોરે હત્યાનો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલો માત્ર 30 જ સેકન્ડમાં જેલની 25 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થઇ ગયો હતો. હાલ, પોલીસે કેદીને શોધવાની તજવીજ હાથ ધરી છે. પ્રવિણ ઉર્ફે ભોલા પર હત્યાનો ગુનો છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાં આતંકવાદીઓ પણ કેદ છે, ત્યારે જેલ સત્તાધીશોની બેદરકારી ગંભીર બાબત બની છે. 


સાબરમતી નવી જેલમાંથી લગભગ 25 ફૂટ લાંબી દીવાલ કૂદીને નાસી છૂટવામાં સફળ રહેનાર આરોપી વિરુદ્ધ જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ સમગ્ર મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. સાબરમતી જેલ હંમેશા વિવાદોનું કેન્દ્ર રહી છે, ત્યાં જ કેદી જેલની દીવાલ કૂદીને નાસી છૂટતાં જેલ સત્તાધીશો સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીએ જેલની દીવાલ પર લગાવાયેલી ફેસિંગમાં કરંટ છે કે નહીં તે ચેક કર્યું હતું. ફેસિંગમાં કરંટ ન લાગતા આરોપી દીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. 

Cricket Score

WhatsApp Registraltion

Close