ઝીલ મરાઠેને મળ્યો બાળવીરતા પુરસ્કાર..

Date:2015-01-28 14:38:37

Published By:Aarti zala

ગણતંત્ર દિવસે વડોદરાની ઝીલ મરાઠેને રાષ્ટ્રીય બાલવીરતા એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી. જે એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઝીલને એનાયત કરવામાં આવ્યો છે. ઝીલ વડોદરા શહેરની બ્રાઈટ સ્કુલમાં અભ્યાસ કરે છે. ગત્ત વર્ષે સ્કૂલમાંથી એક પ્રવાસ પાવાગઢ ગયો હતો.પ્રવાસ દરમ્યાન બસ પલટી ખાઈ જતાં ઝીલ ઈજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે વડોદરા લઈ ગઈ હતી. ઝીલનો પરિવાર વડોદરાના સયાજી ગંજમાં આવેલા મનુભાઈ ટાવરમાં રહે છે. ઝીલના પિતા ઈલેક્ટ્રોનિક શો રુમ ધરાવેે છે. નાના પરિવારમાંથી આવેલી ઝીલની બહાદુરીને આજે આખો દેશ સલામી કરી રહ્યો છે. ઝીલના પરિવારનુ કહેવુ છે કે,પરિવારના તમામ સભ્યો રામ કૃષ્ણ મિશન સાથે જોડાયેલા છે અને સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી સેવા અને શોર્યનું આધ્યાત્મીક જ્ઞાન લે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close