સુરત સિવિલની એમ્બ્યુલસમાં દારૂની મહેફિલ માણી રહેલા શખ્સોની કરી ધરપકડ..

Date:2015-02-04 13:38:26

Published By:Aarti zala

અરવલ્લીમાં આવેલા મોડાસાના ઈસરોલ પાસે એમ્બ્યુલન્સમાં દારુ લઈ જવાનો બનાવ સામે આવ્યો હતો.,આ એમ્બ્યુલન્સમાં પાંચ લોકો દારુની મીજબાની માણી રહ્યા હતા.પોલીસે પાંચમાથી ચારને પકડી પાડ્યા હતા જયારે એક શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.. સુરત સિવિલ હોસ્પિટલની આઈસીયુની એમ્બ્યુલન્સમાં પાંચ લોકો દારુની મહેફિલ માણતા ઝડપાયા છે.આ ઘટના અરવલ્લીમાં આવેલા મોડાસાના ઈસરોલ પાસે પકડાઈ હતી.પાંચ શખ્સોને એમ્બ્યુલન્સમાં દારુની મિજબાની કરતા જોનારા લોકોએ આ વાતની જાણ પોલીસને કરી હતી.. બાતમીના આધારે પોલીસે એમ્બ્યુલન્સમાં દારુની મહેફિલ માણી રહેલા પાંચ શખ્સોમાંથી ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.,જ્યારે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.,હાલ પોલીસે આ સમગ્ર મામલાની ઝણવટભરી તપાસ હાથ ધરી છે.,ત્યારે સવાલ એ ઊભો થાય છેકે,,એમ્બ્યુલન્સની આડમાં આંતરરાજ્યમાં દારુની હેરાફેરીનો ધંધો ચાલી રહ્યો છેકે શું ??

Cricket Score

WhatsApp Registraltion

Close