ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીનો મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે થઈ શિલાન્યાસ વિધિ...

Date:2015-02-16 12:17:48

Published By:Aarti zala

ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીનો રાજ્યના મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ બુર્સના મથુર સવાણીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સાકાર કરવા માટે રાજ્ય સરકાર તરફથી અમને જે સહકાર મળ્યો છે નોંધનીય છે અને આખો પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પુર્ણ થશે તેવી ખાતરી આપી હતી. જોકે ડ્રીમ સિટીમાં શું બનશે તે અંગેની અટકળો દરેકને છે.

 અહીં ડ્રીમ સિટીમાં બનનારા પ્રસ્તાવિત બિલ્ડિંગો અને તે અંગેના પ્લાનના મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. સુરતમાં ખજોદ પાસે આકાર પામનારા પ્રસ્તાવિત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અને સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થવાનું છે. નિર્માણની શિલાન્યાસ વિધી આજે રાખવામાં આવી હતી. શિલાન્યાસ વિધીમાં સુરતના ઉદ્યોગપતી સાથે સાથે કેનેડા, સાઉથ આફ્રીકા, ઝિમામ્બવે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના પ્રતિનિધિઓ અને કોન્સ્યુલેટ જનરલો પણ હાજર રહ્યાં હતા.

સાથે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણી અને મુંબઈથી પણ ઘણાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતા. જોકે કાર્યક્રમની સાથે સાથે અહીં એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેમાં ડ્રીમ સિટીમાં બનનારા અલગ અલગ બિલ્ડિંગોના મોડલ મૂકવામાં આવ્યો હતો, તેમ ડ્રીમ સિટીનો એક ટેબ્લો પણ મૂકવામાં આવ્યો હતો.

ડ્રીમ સિટીમાં મૂકવામાં આવેલી પહેલી બિલ્ડિંગ સૌથી ભવ્ય છે. એક તરફ સાત પાંખિયાવાળી બ્લિડિંગને જોવા માટે ખાસ્સી એવી ભીડ લાગી હતી. ઉપરાંત અહીં સૌથી અન્ય એક બ્લિડિંગનું મોડલ મૂકવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ બિલ્ડિંગ અને બિલ્ડિંગને જોડતી વચ્ચે એક રેમ્પ રાખવામાં આવ્યો છે. ઉપરાંત અહીં ડ્રીમ સિટીની એક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close