review -બાબુમોશાય બંદૂકબાઝ

Date:2017-08-25 16:08:39

Published By:Jay

ફિલ્મ- બાબુમોશાય બંદૂકબાઝ

ડિરેક્ટર- કુશાન નંદી

સ્ટાર કાસ્ટ- નવાઝુદ્દીન સિદ્દિકી, બિદિતા બાગ, શ્રદ્ધા દાસ, દિવ્યા દત્તા

સંગીત- ગૌરવ દગાઓંકર, અભિલાષ લાકરા, જૉલ દુબ્બા, દેબજ્યોતિ મિશ્રા

જોનર- એક્શન થ્રિલર
રેટિંગ- 2/5

વાર્તા
ફિલ્મની વાર્તા એક કોન્ટ્રેક્ટ કિલર બાબુ બિહારીની આસપાસ છે. તે પૈસા માટે કોઈપણ વ્યક્તિની હત્યા કરે છે. સફરમાં તેની મુલાકાત ફુલવા સાથે થાય છે. ફુલવા સાથેની લવસ્ટોરી સાથે ફિલ્મમાં બે લોકલ નેતાઓની એન્ટ્રી થાય છે જેમાંથી એક દિવ્યા દત્તા છે. બંને નવાઝનો ઉપયોગ કરે છે અને જ્યારે વાતની જાણ નવાઝને થાય છે ત્યારે તેનું વર્તન બદલી જાય છે. સમયે બીજા કિલરની એન્ટ્રી થાય છે જે નવાઝને પોતાનો ગુરુ માને છે. પરંતુ ત્યારપછી ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે.

ડિરેક્શન
ફિલ્મમાં લોકેશન અને કેમેરા વર્ક સારું છે. પરંતુ સ્ક્રીનપ્લે અને વાર્તા ફિલ્મની નબળી કડી સાબિત થાય છે. ફિલ્મની શરૂઆત સારી છે પરંતુ અંત નબળો સાબિત થાય છે.

જોવી કે નહીં
નવાઝના નવા અવતારને અને તેની બિદિતા બાગ સાથેની હોટ કેમેસ્ટ્રી જોવી હોય તો એકવાર જોઈ શકાય.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close