ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં જુના અભ્યાસક્રમનું પેપર પુછાયું..ફરી પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ..

Date:2015-03-26 15:35:34

Published By:Aarti zala

સામાન્ય પ્રવાહનાં કોમ્પ્યુટર પરિચયનું પેપર જૂનાં અભ્યાસક્રમનું પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી ઊઠ્યો હતો., બોર્ડ દ્વારા થયેલા છબરડા સામે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરીથી લેવા અથવા તો ગ્રેસિંગ માર્ક આપવાની માંગ કરી હતી.

જેથી બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવીને પરીક્ષા એપ્રીલના પ્રથમ સપ્તાહમાં ફરીથી લેવાનો નિર્ણય લીધો છે.., ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના અંતિમ પેપર એવા કોમ્પ્યુટર પરિચયનું પેપર સરળ હોવાની ધારણા સાથે વિદ્યાર્થીઓ હળવા મૂડમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

પરંતુ વિદ્યાર્થીઓના હાથમાં પેપર આળતાની સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.,જોકે બોર્ડ દ્વારા કોઈ સૂચના ન મળતા વિદ્યાર્થીઓને બે કલાક સુધી પરીક્ષા ખઁડમાં બેસી રહેવું પડ્યું હતું...

Cricket Score

WhatsApp Registraltion

Close