નોટબંધી આપઘાત કરવા સમાન, અઢી લોકો ચલાવે છે સરકારઃ અરુણ શૌરી

Date:2017-10-04 13:53:25

Published By:Jay

નવી દિલ્હી: મોદી સરકારની આર્થિક નીતિઓ વિશે હવે બીજેપીની અંદરથી જ વિરોધ ઊભો થઈ રહ્યો છે. પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હા પછી હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. અરુણ શૌરીએ નોટબંધી અને જીએસટી વિશે મોદી સરકારની નિંદા કરી છે. અટલજી સરકારમાં મંત્રી રહેલા શૌરીએ મોદી સરકારના નિર્ણય સામે સવાલો ઊભા કર્યા છે અને નોટબંધીના નિર્ણયને મની લોન્ડરિંગ સ્કીમ ગણાવી દીધી છે. શૌરીએ કહ્યું કે, ભલે નોટબંધીને એક સાહસિક પગલું ગણાવવામાં આવી રહ્યું હોય પરંતુ આ એક આપઘાત કરવા જેવો કેસ છે. ફક્ત અઢી લોકો જ કેન્દ્ર સરકારને ચલાવી રહ્યા છે. આ પહેલા પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાએ કહ્યું હતું કે, અર્થતંત્રમાં પહેલાથી જ મંદી હતી, નોટબંધીએ તો આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

નોટબંધીથી બ્લેક મની વ્હાઈટ થઈ


રાજનેતા અને અર્થશાસ્ત્રી અરુણ શૌરીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, નોટબંધી દ્વારા મોટી માત્રામાં બ્લેક મનીને વ્હાઈટ કરવામાં આવી છે. તેમણે આ વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા આરબીઆઈની તે માહિતી પણ જણાવી છે કે, જેમાં નોટબંધી પછી 99 ટકા જૂની નોટો બેન્કમાં જમા થઈ ગઈ છે. નોટબંધીથી ભ્રષ્ટાચાર ઓછો થશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ એવું કઈ થયું નહીં. નોટબંધીના કારણે અસંગઠિત ક્ષેત્ર પર તેની ખરાબ અસર થઈ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાઓમાં વસ્તુઓની માંગમાં ઘટાડો થયો છે. તેનાથી કંસ્ટ્રક્શન અને ટેક્સટાઈલ સેક્ટર ઉપર પણ ખરાબ અસર થઈ છે.

અણસમજમાં લીધો જીએસટીનો નિર્ણય

જીએસટી વિશે તેમણે કહ્યું છે કે, દેશ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે અને આ આર્થિક સમસ્યા જીએસટીના કારણે શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે, સરકારે જીએસટી લાગુ કરવામાં ઘણી ઉતાવળ કરી દીધી છે. તેમાં ઈન્ફોસિસને જીએસટી સોફ્ટવેરની ટ્રાયલ પણ કરવા દેવામાં આવી નથી. જીએસટીનું ફોર્મ બહુ જ મુશ્કેલ છે અને તેના ફોર્મેટમાં ઘણી ખામીઓ પણ છે. તેમણે કહ્યું કે, જીએસટી વિશે સરકારને ત્રણ મહિનામાં સાત વખત નિયમમાં ફેરફાર કરવા પડ્યા છે. જીએસટીની સીધી અસર નાના અને મધ્યમ ઉદ્યોગો પર પડી છે. તેમાં ઉદ્યોગોના ઉત્પાદન અને વેચાણમાં તથા તેમની આવકમાં ઘણો ઘટાડો થયો છે.

અઢી લોકો ચલાવી રહ્યા છે સરકાર


-
શૌરીએ કહ્યું- માત્ર અઢી લોકો સરકાર ચલાવી રહ્યા છે. એક નરેન્દ્ર મોદીઅમિત શાહ અને ત્રીજા તેમના ઘરના વકીલ. તે લોકોમાં કઈ ખાસ આવડત નથી. તેમની આસપાસના લોકોમાં પણ કોઈ ખાસ આવડત નથી.
-
આ બધા લોકો એક બંધ રૂમમાં બેઠેલા લોકો છે. બહાર શું થઈ રહ્યું છે કે વિશે તેમને કઈ ખબર જ નથી. આરબીઆઈએ નાના-મોટા વેપારીઓને ટેન્શનમાં નાખેલા છે.
-
યશંવત સિન્હાપી. ચિદમ્બરમ અને બીજા ઈકોનોમિસ્ટો સતત બોલી રહ્યા છે. ઈકોનોમી સર્વે, આરબીઆઈ સર્વેમાં પણ આ સત્ય સામે આવ્યું છે. જીડીપી ઘટીને 3.7 ટકા થઈ ગયો છે. 2015-16માં જે ઈંડસ્ટ્રીયલ પ્રોડક્શન 9 ટકા હતું જે આ વર્ષે એપ્રિલ-જુલાઈમાં ઘટીને માત્ર 1.7 ટકા થઈ ગયું છે. આ ચિંતાનો વિષય છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close