હનીપ્રીતના 6 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં હાથ જોડીને ઊભી રહી

Date:2017-10-04 15:52:39

Published By:Jay

પંચકૂલા: રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીતને લઇ પોલીસ પંચકૂલા કોર્ટ પહોંચી છે. પોલીસ તેની સાથે હનીપ્રીતને મદદ કરનારી મહિલાને પણ લઈને આવી છે. પોલીસ કોર્ટમાં હનીપ્રીતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાંથી કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. વકીલના જણાવ્યા પ્રમાણે હનીપ્રીતે કોર્ટમાં કહ્યું હતું કે, તે નિર્દોષ હતી. સમગ્ર સુનાવણી દરમિયાન હનીપ્રીત કોર્ટમાં હાથ જોડીને ઊભી રહી હતી.

અપડેટ્સ
-
હનીપ્રીત અને તેને સાથ આપનારી મહિલાને પંચકૂલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 
-
હનીપ્રીત અને તેની સાથે ધરપકડ કરવામાં આવેલી મહિલાને પોલીસ એક વ્હાઈટ કલરની કારમાં લઈને આવી હતી. પોલીસ કાફલામાં 6 ગાડીઓ હતી. તેમાં સૌથી આગળ અને સૌથી પાછળ વાળી ગાડીમાં હરિયાણા પોલીસ કમાન્ડો છે. 
-
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હનીપ્રીત કોર્ટમાં રડી રહી છે.
-
હાલ પંચકૂલા કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 
-
કોર્ટ પોલીસની માગણી પ્રમાણે રિમાન્ડની મંજૂરી આપે તેવી શક્યતા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close