મોદી ક્યાં સુધી ગેરમાર્ગે દોરશે? આગામી વિરોધ શાંતિપૂર્ણ નહીં હોય - રાજ ઠાકરે

Date:2017-10-05 19:20:18

Published By:Jayesh

મુંબઈઃ મુંબઈના એલ્ફિંસ્ટન સ્ટેશન પર થયેલી ઘટનાના વિરોધમાં મનસે સુપ્રીમો રાજ ઠાકરેએ પોલીસની મંજૂરી વગર જ મહારેલી કરી. આ દરમિયાન રાજ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીઅને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે, “અંતે તેઓ કયાં સુધી દેશની જનતા સમક્ષ ખોટું બોલીને લોકોને ગુમરાહ કરશે. ભાજપે દેશને ખાડામાં નાંખી દીધો છે. આજે અમારૂ પ્રદર્શન શાંતિપૂર્ણ હતું પરંતુ મુંબઈના લોકોને જો સારી સુવિધાઓ નહીં મળે તો આગામી પ્રદર્શન શાંતિપૂર્ણ નહીં હોય.આ ઉપરાંત રાજ ઠાકરેએ મોદી સરકારને જૂઠાં ગણાવ્યાં અને UPA સરકાર તેમજ મોદી સરકારમાં કોઈ જ ફેર નથી તેમ જણાવ્યું છે.

 

મનસેની મહારેલી દરમિયાન સભા સંબોધતાં રાજ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.રાજ ઠાકરેએ કહ્યું કે, “મોદી સરકારે વિશ્વાસઘાત કર્યો છે. લોકોએ એવું વિચારીને તેમને બહુમત આપ્યો હતો કે સારા દિવસો આવશે, પરંતુ તે બધાં જ ખોટા વચનો સાબિત થયાં. કોંગ્રેસ સરકારની જે હાલત હતી તેવી જ સ્થિતિ ભાજપ સરકારની છે. કોઈ જ બદલાવ થયો નથી.

 

વડાપ્રધાન ખોટું બોલવામાં માહેર - રાજ ઠાકરે -

- ઠાકરેએ વધુમાં કહ્યું કે, “જયારે મોદીએ બુલેટ ટ્રેન અંગે જાહેરાત કરી ત્યારે જ તેમની નિયત સમજી ગયો હતો. મુંબઈકર બુલેટ ટ્રેનથી અમદાવાદ જઈને ઢોકળા ખાશે? અમદાવાદથી સારા ઢોકળા તો મુંબઈમાં મળે છે.રાજ ઠાકરેએ વડાપ્રધાનને જૂઠાં ગણાવતાં કહ્યું કે, “મેં આજ સુધી મારા જીવનમાં આટલું ખોટું બોલનારા વડાપ્રધાન નથી જોયા. જે પહેલાં કંઈક બોલે છે અને બાદમાં કંઈક.

 

ગુજરાતમાં વિકાસ થયો છે તે વાત ખોટી - રાજ ઠાકરે -

રેલીમાં ઠાકરેએ કહ્યું કે, “ભાજપ સરકાર તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે. મોદી ખોટું બોલીને દેશને ગુમરાહ કરે છે. હવે મને તે અંગેનો વિશ્વાસ થયો છે. થોડાં વર્ષો પહેલાં બિઝનેસમેન રતન ટાટાના કહેવાથી હું ગુજરાત ગયો હતો ત્યારે મોદી ત્યાંના સીએમ હતા. મને ગુજરાતમાં વિકાસની ગેરમાર્ગે દોરનારી તસ્વીર જોઈ.દેશની જનતામાં મોદી પરનો વિશ્વાસ ઓછો થયો છે. તેઓ રોજ કોઈને કોઈ પ્રોગ્રામમાં સ્પીચ આપે છે હજુ કેટલું બોલશે? ”

 

નોટબંધી, મેક ઇન ઈન્ડિયાથી દેશની આર્થિક સ્થિતિ ખાડે ગઈ’ -

રાજ ઠાકરેએ પણ દેશની આર્થિક સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “મોદીએ નોટબંધી, મેક ઇન ઈન્ડિયા જેવાં પ્રયોગ કરીને દેશને ખાડામાં નાખ્યો છે. RBI ગર્વનર ઉર્જિત પટેલે પણ કહ્યું કે ખેડૂતોને લોન ન આપી શકાય તેમ છતાં સરકારને કંઈજ સમજમાં ન આવ્યું. હવે આ સરકારને હટાવવી પડશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close