આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20, આ 11 પ્લેયર્સ પર રહેશે નજર

Date:2017-10-07 10:24:35

Published By:Jay

નવી દિલ્હી-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાંચીમાં સાંજે 7 કલાકથી પ્રથમ ટી-20 મેચ રમાશે.વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યા બાદ ભારત ટી-20 સિરીઝમાં પણ જીતના લક્ષ્યાંક સાથે ઉતરશે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તમામની નજર તેની પર રહેશે. રાંચીના સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો 

રાંચીમાં માત્ર એક મેચ હાર્યુ છે ભારત

- ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર ભારતે અત્યાર સુધી એક ટેસ્ટ, ચાર વન ડે અને એક ટી-20 મેચ રમી છે. જેમાં માત્ર એક વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તેનો પરાજય થયો છે. આ મેદાન પર વિરાટ કોહલીએ સૌથી વધુ રન ફટકાર્યા છે. વિરાટે આ મેદાન પર ચાર મેચમાં એક સદી અને એક અડધી સદીની મદદથી 261 રન બનાવ્યા છે.
-
આ મેદાન પર એકમાત્ર ટી-20 મેચ ફેબ્રુઆરી 2016માં રમાઇ હતી જેમાં ભારતે શ્રીલંકાને 69 રને હરાવ્યું હતું.

ભારત સામે ટી-20માં 5 વર્ષથી જીતી શક્યુ નથી ઓસ્ટ્રેલિયા

- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 13 ટી-20 મેચ રમાઇ છે જેમાંથી 9 મેચમાં ભારતનો વિજય થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચ જ જીતી શક્યુ છે. અંતિમ વખતે બન્ને ટીમ વર્લ્ડ ટી-20 2016માં આમને-સામને થઇ હતી. 
-
મોહાલીમાં રમાયેલ આ મેચમાં ભારતે વિરાટ કોહલીના અણનમ 82 રનની મદદથી ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
-
ભારત વિરૂદ્ધ ટી-20માં ઓસ્ટ્રેલિયાએ અંતિમ વખત 2012માં જીત મેળવી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી બન્ને ટીમ વચ્ચે 6 ટી-20 મેચ રમાઇ છે, જેમાંથી તમામ મેચમાં ભારતનો વિજય થયો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close