UP: 30 વર્ષીય મહિલા પર પતિ અને બાળકની નજર સામે ગેંગરેપ

Date:2017-10-07 14:59:44

Published By:Jay

મુઝફ્ફરનગરઃ ભોપા વિસ્તારના ઢાસરી ગામનો એક યુવક તેની પત્ની સાથે દવા લઇને પરત ફરતો હતો ત્યારે ગંગનહેર પાસે કાર સવાર ચાર બદમાશોએ બંદૂકની અણીએ મહિલા પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન બદમાશોએ તેના પતિ અને બાળકને બંધક બનાવી રાખ્યા હતા. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું છે અને રિપોર્ટની રાહ જોઈ રહી છે.

પીડિતાએ વર્ણવી આપવીતી

મામલો શુક્રવારનો છે. પીડિતાના જણાવ્યા મુજબ, સવારે 11 કલાકે નિરગાજરની ગામ પાસેથી પસાર થતી વખતે કારમાં આવેલા 4 લોકોએ તેમને ઘેરી લીધા. તેમણે મારી પાસેથી મારું બાળક છીનવી લીધું. મારા પતિને દોરીથી બાંધી દીધો. બાળકની ગર્દન પર ચપ્પુ રાખ્યું અને બંદૂકનો ડર બતાવ્યો. બાદમાં મને શેરડીના ખેતરમાં લઈ ગયા અને ત્યાં વારાફરતી દુષ્કર્મ કર્યું. જે બાદ તેઓ મને અને મારા પતિને ઘટના અંગે કોઇને જાણ ન કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા.

ઘટના બાદ ખેત મજૂરો આવ્યા મદદે

આ લોકો ફરાર થયા બાદ તેમણે મદદ માટે બૂમો પાડી. જે બાદ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોએ આવીને તેમની મદદ કરી. જાણકારી મળ્યા બાદ પોલીસે મહિલા અને તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

પોલીસે શું કહ્યું?

એસપી દેહાત અજય સહદેવે કહ્યું, આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે. 4 પૈકી બે બદમાશોની ઓળખ કરી લેવામાં આવી છે. આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close