વીરભદ્ર હશે હિમાચલમાં કોંગ્રેસના CM ઉમેદવાર, મંડીની રેલીમાં રાહુલનું એલાન

Date:2017-10-07 17:32:28

Published By:Jay

મંડી: હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહ  કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર હશે. રાહુલ ગાંધીએ આ એલાન શનિવારે મંડીની વિકાસથી વિજય રેલીમાં કર્યું. તેમણે કહ્યું કે મોદી સરકાર દેશના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. આજે દેશની સામે બેરોજગારી સૌથી મોટી મુશ્કેલી છે. ગુજરાતમાં તો બીજેપીની સરકાર બેરોજગારી ભથ્થું સુદ્ધાં નથી આપતી. રાહુલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડીને 18% કરવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. રાહુલ પહેલા નરેન્દ્ર મોદી પણ હિમાચલમાં રેલી કરી ચૂક્યા છે.

રાહુલે ઉડાવી મોદીની મજાક

- રાહુલે કહ્યું, “એકવાર રિપોર્ટરે મોદીજીને પૂછ્યું તમે આખો દિવસ કામ કરો છો, ફ્રી ટાઇમમાં શું કરો છો અને મજા માટે શું કરો છો? મોદીજીએ જવાબ આપ્યો કે મને પહાડ બહુ સારા લાગે છે. હું નીકળી પડું છું ચંપલ પહેરીને અને પહાડોમાં ફરવું મને બહુ સારું લાગે છે. હું ચંપલ પહેરીને 25 હજાર ફૂટ સુધી ગયો છું.

- “રિપોર્ટરે જાણકારી મેળવી કે 25 હજાર ફૂટથી ઊંચો ફક્ત એક જ પહાડ છે, કાંચનજંઘા. લોકોના ત્યાં મોત પણ થયા છે. ત્યાં પહોંચવામાં મહિનાઓ લાગે છે. આપણા પીએમ એકલા નીકળી પડ્યા ચંપલમાં. આપણા મુખ્યમંત્રી (વીરભદ્ર સિંહ) ચંપલમાં 25 હજાર ફૂટ તો નથી પહોંચ્યા પરંતુ જૂતા પહેરીને હિમાચલના દરેક ખૂણામાં ચોક્કસપણે ગયા છે.

- આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, રાજ્યના કોંગ્રેસ પ્રભારી સુશીલ શિંદે અને રાજ્યસભા સાંસદ આનંદ શર્મા સહિત કોંગ્રેસ ધારાસભ્ય અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close