અરૂણાચલ દુર્ઘટના: સાત જવાનોના શબ પુંઠામાં લપેટીને લવાયા

Date:2017-10-09 10:11:38

Published By:Jay

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના તવાંગમાં બે દિવસ પહેલા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનના મૃતદેહ પોલી બેગ અને પુંઠામાં લપેટીને ગુવાહાટી સુધી લવાયા હતા. રવિવારે તેની તસવીરો વાયરલ થવા પર વિવાદ છેડાઇ ગયો છે. સોશિયલ મીડિયા પર ટીકા અને ગુસ્સો જોઇને સેનાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે દુર્ગમ વિસ્તારમાં ખુબજ અસામાન્ય સંજોગો હોય છે અને મર્યાદિત સંસાધનોને કારણે આમ કરવું પડ્યુ હતું. ભવિષ્યમાં મૃતદેહોને યોગ્ય રીતે લવાશે. શુક્રવારે એરફોર્સનું એમઆઈ-17 હેલિકોપ્ટર ભારત-ચીન સરહદે તવાંગ ખાતે ક્રેશ થઇ ગયુ હતું. અકસ્માતમાં એરફોર્સના પાંચ અને સેનાના બે જવાનોના મોત થયા હતા.

સાત જવાનોના શબ પુંઠામાં લપેટીને લવાયા


અહીંથી તેમના પાર્થિવ દેહ પુઠા અને પ્લાસ્ટિક બેગમાં લપેટીને લવાયા હતા. રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ એચએસ પનાગે તેની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. તે બાદ પ્રકરણે વેગ પકડ્યુ હતું. સૂત્રોના અનુસાર મામલો સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ સુધી પહોંચ્યો હતો. તેમની દખલ બાદ સેનાએ સ્પષ્ટતા કરવી પડી હતી.


સેનાની સ્પષ્ટતા: 13 હજાર ફૂટ પર સમય અને સંસાધન બંને ઓછા હતા, જે મળ્યું તેનાથી કામ ચલાવ્યું


સેનાએ કહ્યું કે શબ 13 હજાર ફુટની ઊંચાઇએ હતી. ત્યાં રોડ નથી. શબ જલ્દી હટાવવાના હતા. હેલિકોપ્ટર તમામ મૃતદેહોનું વજન ઉપાડી શકે તેમ નહોતું. અસામાન્ય સ્થિતિ અને સમયને કમીને કારણે બોડી બેગ કે કોફિનની જગ્યાએ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનોમાં જ શબ લપેટીને લવાયા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close