યુવરાજ સિંહેના દિવાળી પરના મેસેજથી ભડક્યા યુઝર્સ, જાણો વિગતો

Date:2017-10-09 10:50:25

Published By:Jay

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ પર ફેસબુક યુઝર્સ ગુસ્સે ભરાયા છે. 19 ઓક્ટોબરે દિવાળી છે. ત્યારે આ દિવસે ફટાકડાઓથી થનારા ધ્વની પ્રદુષણને લઈને યુવરાજ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે જને લઈને યુઝર્સ તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

 યુવરાજ સિંહે ફેસબુક પર લોકોને અપીલ કરી કે તેઓ દિવાળીના દિવસે ફટાકડા ના ફોડે. 1.39 મિનિટના વીડિયોમાં યુવરાજે કહ્યું કે, ગયા વર્ષે દેશની જે સ્થિતિ હતી તેને જોતા હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરી તમે આ વર્ષે ફટાકડા ના ફોડતાં.

યુવરાજ લોકોને તેના બાળકો, દોસ્તો અને પેરેન્ટ્સના સોગંદ આપીને કહે છે કે આ દિવાળીમાં તમે ફટાકડાને હાથ પણ નહીં લગાવતાં. ઉપરાંત તેણે કહ્યું હતું કે દિવાળીમાં તમે દિવા પ્રગટાવો, મીઠાઇ ખાઓ અને એકબીજાને ગળે મળો પરંતુ ફટાકડા ના ફોડશો.

યુવરાજ સિંહની આ અપીલ પર કેટલાક લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકોએ કહ્યું કે આ અપીલ તમારી પાસે જ રાખો. તે દિવસે તમે જોવા નથી મળતાં જ્યારે મૂંગા જાનવરોને કાપવામાં આવે છે. અનેક યુઝર્સે એ પણ લખ્યું હતું કે તમારા જેવા લોકો સોશિયલ મીડિયા દ્વારા માત્ર અપીલ જ કરે છે અને મોટી મોટી ગાડીઓમાં ફરે છે. તે ગાડીઓમાંથી પણ વાયુ પ્રદૂષણ થાય છે.

Cricket Score

WhatsApp Registraltion

Close