BJP અધ્યક્ષ અમિત શાહના પુત્ર જયનો ભાજપે કર્યો બચાવ, જાણો શું કહ્યું?

Date:2017-10-09 10:57:59

Published By:Jay

નવી દિલ્લી: ભાજપ નેતા અને કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ ગોયલે અમિત શાહના પુત્ર જય શાહની કંપનીને લઈને બચાવ કર્તા કહ્યું કે ધ વાયરન્યૂઝ વેબસાઈટની રિપોર્ટ બનાવટી છે. તેમણે કહ્યું કે આનાથી અમિત શાહની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પીયૂષ ગોયલે કહ્યું કે વેબસાઈટના સંપાદક અને રિપોર્ટર વિરુદ્ધ રૂપિયા 100 કરોડનો આપરાધિક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.

જય શાહ પર લગાવેલ તમામ આરોપને નકારતા પીયૂષ ગોયલે કહ્યું આ આ ખોટો અને આધાર વગરનો અપમાનજનક આરોપ છે. હું આ ઓરોપને સંપૂર્ણ રીતે ખંડન કરું છું અને નકારુ છું. આરોપને બનાવટી અને ખોટા ગણાવતા પીયૂષ ગોયલે કહ્યું, જય શાહ કાયદાનું પાલન કરનાર બિઝનેસમેન છે. તેને બેંકમાંથી લોન ન મળી તેથી અનસિક્યોર્ડ લોન લીધી. જે લોન લીધી તે વ્યાજ સાથે ટીડીએસ કાપીને ચુકવ્યા છે.

તેમણે કહ્યું કે, જય શાહની કંપનીમાં ટ્રાંઝેક્શનના તમામ હિસાબ કાયદેસર થાય છે. તેમાં ઈન્કમટેક્સ ભરવામાં આવે છે. વેબસાઈટ તરફથી ખોટા આંકડા આપી જુઠાણું ફેલાવવાની કોશિશ કરવામાં આવી છે. રેલવેમંત્રીએ કહ્યું કે કોમોડિટી માર્કેટમાં નવી કંપનીનું ટર્નઓવર વધવું કોઈ મોટી વાત નથી. ભલે કંપનીનું ટર્નઓવર 2015-16માં 80 કરોડ રૂપિયા હતું, પરંતું કંપનીને 1.5 કરોડ નુકશાન થયું.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close