ભારતીય જવાનો દરરોજ 5-6 આતંકીઓ ઠાર કરે છે: રાજનાથ સિંહ

Date:2017-10-09 14:03:08

Published By:Jay

બેંગાલુરૂઃ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે બેંગાલુરૂમાં એક કાર્યક્રમ દરમિયાન ભારત-પાકિસ્તાન તેમજ ચીન સાથે સંબંધો અંગે જણાવ્યું હતું. સેનાનો જુસ્સો બુલંદ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સૈનિક દરરોજ ઓછામાં ઓછા પાંચથી છ આતંકીઓને ઠાર કરે છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે જો પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવે તો તેને જડબાતોડ જવાબ આપવો.

ભારતીય જવાનો દરરોજ 5-6 આતંકીઓને ઠાર કરે છે

- બેંગાલુરૂ સ્થિત કાર્યક્રમમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતાં જણાવ્યું કે, “પડોશી દેશ જઘન્ય પ્રવૃતિઓને અંજામ આપવા માટે ભારતમાં આતંકવાદી મોકલી રહ્યાં છે અને ભારતીય સૈનિક દરરોજ તેમાંથી પાંચ-છ આતંકવાદીઓને ઠાર કરે છે.

- રાજનાથ સિંહે કહ્યું કે, “સરહદ પર તૈનાત સૈનિકોને પહેલાં પાકિસ્તાન પર પહેલાં ગોળી ચલાવવાનું નથી કહ્યું પરંતુ જો તેમના દ્વારા પ્રથમ ફાયરિંગ થાય છે તો તેમના પર અસંખ્ય ગોળીઓ છોડીને જડબાતોડ જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

- રાજનાથ સિંહે કહ્યું કે, “મોટાં ભાગના દેશોમાં આતંકવાદ એક સૌથી મોટો પડકાર છે. આંતરરાષ્ટ્રીય મુદ્દે આપણા વડાપ્રધાને આ મુદ્દાને ઘણી સબળતાથી અને અસરકારક રીતે ઉઠાવ્યો છે.

- કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, “CISFની ભૂમિકા ઘણી જ પડકારરૂપ છે તેમ છતાં આ જવાનો અને અધિકારીઓ પોતાની ફરજ હસતાં હસતાં બજાવી રહ્યાં છે.

ગ્લોબલ તાકાતને કારણે જ ડોકલામ વિવાદનું સમાધાન થયું

- કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારતને ગ્લોબલ તાકાત બનવાને કારણે જ ચીન સાથે 73 દિવસ સુધી ચાલેલો ડોકલામ મુદ્દાનો ઉકેલ આવ્યો છે.

- રાજનાથ સિંહે કહ્યું કે, “દરેકને લાગતું હતું કે ડોકલામ વિવાદના કારણે ભારત અને ચીનના સંબંધો ખરાબ થશે. પરંતુ બંને દેશોએ આ મુદ્દે સમાધાન કાઢી લીધું છે. ભારત ગ્લોબલ તાકાત બનવાને કારણે જ આ મુદ્દાનો ઉકેલ શક્ય બન્યો છે.

- રાજનાથે વધુમાં કહ્યું કે, “જો ભારત નબળું બની રહેત તો ડોકલામ વિવાદનો ઉકેલ આજદિન સુધી ન આવ્યો હોત. ભારત વૈશ્વિક શક્તિ બની છે તે કારણસર જ આ મુદ્દાનું સમાધાન શક્ય થયું છે.

2030 સુધીમાં ભારત વિશ્વના શ્રેષ્ઠ 3 આર્થિક દેશોમાં સ્થાન ધરાવતું હશે - રાજનાથ

- રાજનાથ સિંહે અર્થતંત્ર પર પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ભારતીય ઈકોનોમિ હાલ 2 ટ્રીલીયન ડોલર છે જેને 2030 સુધીમાં 5 ટ્રીલીયન ડોલરે પહોંચાડવાની છે.

- રાજનાથે કહ્યું કે, “લોકો હવે માની રહ્યાં છે કે ભારત, 2030 સુધીમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 3 અર્થતંત્રમાં સ્થાન ધરાવતું હશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close