US: ટેક્સાસ ટેક યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ, 1 પોલીસ અધિકારીનું મોત

Date:2017-10-10 10:23:25

Published By:Jay

ટેક્સાસઃ અમરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ થયું છે. આ ઘટનામાં એક પોલીસ ઓફિસરનું મોત થયું છે. હુમલા બાદ ટેક્સાસ યુનિવર્સિટી કેમ્પસને બંધ કરી દેવામાં આવ્યું છે. ફાયરિંગ કરનાર આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

શું છે મામલો

મળતી માહિતી મુજબ, એક સ્ટુડન્ટને વેલફેર ચેક માટે પોલીસ વિભાગની અંદર લઈ જવાયો હતો. ડિપાર્ટમેન્ટની અંદર આવતાં જ સ્ટુડન્ટે પિસ્ટલ નિકાળીને પોલીસ ઓફિસર પર હુમલો કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ શૂટર કેમ્પસમાં જ છૂપાયો હતો.

યુનિવર્સિટી પ્રવક્તાએ શું કહ્યું?

ટેક્સાસ ટેક યુનિવર્સિટીના ટ્વિટર હેન્ડલથી તમામ સ્ટુડન્ટ્સને અંદર સુરક્ષિત સ્થાન પર રહેવાનું કહેવાયું છે. યુનિવર્સિટીના પ્રવક્તા ક્રિસ કુકના જણાવ્યા મુજબ, કેમ્પસ પોલીસે સોમવારે સાંજે ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલાક સ્ટુડન્ટ્સના રૂમમાં ડ્રગ્સના પુરાવા મળ્યા હતા. ડ્રગ્સ રાખવાના શંકાસ્પદને રૂટિન પ્રક્રિયા મુજબ કેમ્પલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. આ દરમિયાન તેણે પિસ્ટલ નીકાળી અને પોલીસ ઓફિસરને ગોળી મારી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટના બાદ તે ભાગી ગયો હતો.

ફૂટ લાંબો છે હુમલાખોર

હુમલાખોર 6 ફૂટ લાંબો છે. તેના વાળનો રંગ લાલ અને આંખો નીલી છે. હુમલાખોરે સફેદ ટી-શર્ટની સાથે નીલા રંગનું જીન્સ પહેર્યું છે.

લાસવેગાસ શુટિંગમાં 59નાં મોત

ગત સપ્તાહે અમેરિકાના લાસવેગાસમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને 59 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હુમલામાં 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close