કોંગ્રેસના ગઢ અમેઠીમાં આજે શાહનું શક્તિ પ્રદર્શન, યોગી પણ રહેશે સાથે

Date:2017-10-10 10:31:01

Published By:Jay

લખનઉઃ અમિત શાહ મંગળવારે એક દિવસની મુલાકાતે કોંગ્રેસના ગઢ અમેઠી પહોંચ્શે. મંગળવારે ભાજપઅહીં મોટો શો કરશે. અમેઠી ઉપરાંત શાહ સીતાપુર અને લખનઉ પણ જશે. શાહ લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર અમેઠીથી જ કરશે. આ શોમાં યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની પણ સામેલ થશે. સ્મૃતિ પહેલાંથી જ અમેઠી પહોંચી ચુક્યા છે.

ITI અને રેલવે સાથે જોડાયેલાં અનેક પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે.

- શાહ અમેઠીમાં હાલમાં બનાવવામાં આવેલી મોડિફાઇડ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરી શકે છે.

- આ ઉપરાંત તેઓ એક શહીદના ઘરે જઈને તેમના પરિવાર સાથે વાત કરશે.

- અમેઠીમાં શાહનો આ કાર્યક્રમ જેટલો જનતા સાથે જોડાયેલો છે, તેનાથી વધુ રાજકીય દ્રષ્ટીએ જોવામાં આવી રહ્યો છે. જેનું મોટું કારણ છે કે અમેઠીની બેઠક કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા સીટ છે. 2014માં તેઓએ અહીં ભાજપના સ્મૃતિ ઈરાનીને ઘણાં જ ઓછા અંતરેથી હરાવ્યાં હતા.

હવે ગાંધી પરિવાર મુક્ત રાયબરેલી-અમેઠી

- ભાજપના કોંગ્રેસ મુક્ત સૂત્રોચ્ચારમાં અમિત શાહે 2019માં થોડાક ફેરફાર કર્યા છે. હવે તેઓ રાયબરેલી અને અમેઠીમાંથી ગાંધી પરિવારને હટાવોના નારા સાથે આગળ વધશે. જે અંતર્ગત અમેઠી અને રાયબરેલી માટે અલગથી 120 વિસ્તારકોને મોકલવામાં આવશે.

- શાહની રણનીતિ મુજબ ગાંધી પરિવારના ગઢ ગણાતાં રાયબરેલી અને અમેઠીથી તેઓને હરાવ્યાં બાદ સમગ્ર દેશમાં એક મેસેજ જશે અને તે બાદ કોંગ્રેસ મુક્ત ભારતના પ્લાનમાં કોઈ જ મુશ્કેલી નહીં આવે.

શું છે તૈયારી?

- 2019માં અમેઠીથી રાહુલ અને રાયબરેલીથી સોનિયાને હરાવવાના પ્લાન અંતર્ગત અહીં દર સપ્તાહે કેન્દ્રીય મંત્રીઓ મુલાકાત કરશે. તેમજ વિસ્તારક કાર્યકર્તાઓ સાથે સીધો જ સંવાદ કરશે.

- આ પાછળ તેવી પણ રણનીતિ છે કે રાહુલ-સોનિયાના ગઢમાં કેન્દ્રીય મંત્રીઓ અને ફાયર બ્રાંડ નેતાઓને મોકલીને તેઓને પોતાના ક્ષેત્રમાં જ રહેવા માટે મજબૂર કરવામાં આવે. જેનાથી તેઓ દેશના અન્ય ક્ષેત્રમાં ધ્યાન નહીં આપી શકે, જેનો સીધો ફાયદો ભાજપને જ મળી શકે છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close