આજે AUS સામે શ્રેણી જીતવાના ઇરાદે ઉતરશે ભારત, આ પ્લેયર પર નજર

Date:2017-10-10 10:43:01

Published By:Jay

નવી દિલ્હી-ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમની નજર હવે ટી-20 સિરીઝ જીતવા પર હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ રમાશે. મેચ સાંજે 7 કલાકથી શરૂ થશે. ભારત ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે.

7 વર્ષ પછી ગુવાહાટીમાં રમાશે મેચ

- ગુવાહાટીમાં 7 વર્ષ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, આ અગાઉ 28 નવેમ્બર 2010ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો 40 રને વિજય થયો હતો.
-
અસમ ક્રિકેટ સંઘ(એસીએ)નું કાર્યાલય હવે નેહરુ સ્ટેડિયમની હટી બારસપારા સ્ટેડિયમમાં શિફ્ટ થઈ ગયું છે. આ સ્ટેડિયમમાં 37 હજાર લોકોના બેસવાની ક્ષમતા છે.
-
આ નવા સ્ટેડિયમમાં પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે ત્યારે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને હજી પણ લોકોમાં તેની ડિમાન્ડ જોવા મળી રહી છે.
-
મેચ પહેલા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સ્ટેડિયમનું ઓપચારિક ઉદ્ધાટન કરશે, જેમાં રાજ્યપાલ જગદીશ મુખી સહિતના જાણીતા લોકો હાજર રહેશે.

ઓસ્ટ્રેલિયા સામે આવો છે ભારતનો રેકોર્ડ

- ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 14 ટી-20 મેચમાંથી 10 જીતી છે જેમાંથી સાત મેચ તો સતત જીતી છે.
-
ભારત 28 સપ્ટેમ્બર 2012 બાદ ઓસ્ટ્રેલિયા સામે એક પણ ટી-20 મેચ હાર્યુ નથી.
-
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સામનો કરી શક્યા નથી. ભારતીય સ્પિનર જોડીએ ચાર વન ડે અને એક ટી-20 મેચમાં મળીને 16 વિકેટ ઝડપી છે.

મેક્સવેલનું ફોર્મ ચિંતાનો વિષય

- ઓસ્ટ્રેલિયા માટે આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલનું ફોર્મ ચિતાનો વિષય છે. મેક્સવેલે ભારત સામે વન ડેમાં 39,14,5 રન બનાવ્યા છે જ્યારે ટી-20 મેચમાં 17 રન જ બનાવી શક્યો છે.
-
મેક્સવેલ ચારેય મેચમાં ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો છે.
-
બીજી તરફ ભારતના પ્રવાસે એરોન ફિન્ચ તેમજ નાથન કુલ્ટર નાઇલ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આ બન્ને પ્લેયર સીવાય તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડી લગભગ ફ્લોપ જ રહ્યાં છે.
-
જ્યારે સ્ટીવ સ્મિથ રાંચી મેચ પહેલા ઇજાગ્રસ્ત થતા તે શ્રેણીમાંથી બહાર થઇ ગયો હતો. તેની જગ્યાએ વોર્નરે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી.

બન્ને સંભવિત ટીમ આ રીતે છે:

ભારત: શિખર ધવનરોહિત શર્માવિરાટ કોહલી (કેપ્ટન)મનિષ પાંડેકેદાર જાધવમહેન્દ્રસિંહ ધોનીહાર્દિક પંડ્યા, કુલદીપ યાદવભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલજસપ્રિત બુમરાહ

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચડેવિડ વોર્નર (કેપ્ટન), ગ્લેન મેક્સવેલટ્રેવિસ હેડ, કેન રિચર્ડસનએડમ ઝમ્પા, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, જેસન બેહરેંડોર્ફ, ડેન ક્રિશ્ચિયન, નાથન કુલ્ટર નાઇલ

 

Cricket Score

WhatsApp Registraltion

Close