શામલીમાં ગેસ લીકથી 250 બાળકોની તબિયત બગડી, તપાસના આદેશ

Date:2017-10-10 17:22:23

Published By:Jay

શામલીઃ ઉત્તરપ્રદેશના શામલીમાં મંગળવારે ગેસ લીક થવાના કારણે એક સ્કૂલમાં 250 બાળકોની હાલત બગડી હતી. બાળકોની આંખમાં બળતરા, ખંજવાળ અને અન્ય તકલીફોની ફરિયાદના કારણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ આવ્યા હતા. કેટલાક બાળકોની હાલત ગંભીર હોવાના કારણે ડૉક્ટરોએ તેમને મુઝફ્ફરનગર અને મેરઠ મોકલી આપ્યા છે. CM યોગી આદિત્યનાથ દ્વારા સહારનપુર કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા કલેક્ટરને ગેસ લિકનો ભોગ બનેલા બાળકોને શક્ય તમામ મદદ કરવા કહ્યું છે.

શુગર મિલના પ્લાન્ટમાં થયો ગેસ લીક

મામલો સદર કોતવાલી વિસ્તારના સિટી કે બુઢાના રોડનો છે. અહીંયા શુગર મિલમાંથી કેમિકલ ગેસ લીક થવાના કારણે નજીકમાં આવેલી સરસ્વતી શિશુ મંદિરના બાળકોની હાલત બગડવા લાગી હતી. જે બાદ સ્કૂલ તંત્ર દ્વારા તમામ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાના કારણે ડોક્ટરોએ તેમને મુઝફ્ફનગર અને મેરઠ મોકલી આપ્યા.

ફરિયાદ પર કાર્યવાહી ન થતાં સર્જાઇ દુર્ઘટના

દુર્ઘટનાની સૂચના બાદ પોલીસ અધિકારીએ સ્થળ પર પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે સ્કૂલ ટીચર અને સ્થાનિકોનો આરોપ છે કે, અનેક વખત અધિકારીઓને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હવે આ ઘટના બાદ કદાચ તેના પર પગલાં લેવામાં આવશે.

ફરીયાદ પર પણ તંત્રએ ન લીધા એક્શનઃ પ્રિન્સિપાલ

સ્કૂલના પ્રિન્સિપાલ ઉમેશ કુમારે કહ્યું કે આ ઘટના પહેલા પણ અમે તંત્રને આ અંગેની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ અમારી ફરિયાદની અવગણના કરવામાં આવી. જેના પરિણામે આજે આ ઘટના બની છે. CMO મેરઠ ડો. રાજકુમારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોને બાળકોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનો આદેશ કર્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close