ગુજરાતમાં 16 નવી GIDC બનશે, રાજ્ય સરકારની જાહેરાત

Date:2017-10-11 10:16:10

Published By:Jay

અમદાવાદ: ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ એક બાદ એક ચૂંટણીલક્ષી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં નવી 16 જીઆઈડીસી બનાવવામાં આવશે. ઉપરાંત સરકારે નવી ટેક્સટાઈલ અને એપરેલ પોલિસી જાહેર કરીને ગાર્મેન્ટ ઉદ્યોગને બચાવવાની જાહેરાત કરી હતી.

સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે જીઆઈડીસી

રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ સુરત, તાપી સહિતના વિસ્તારો જીઆઈડીસી બનશે. ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં યૂનિટ દીઠ રૂપિયા એકની સહાય, પાંચ વર્ષ સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી જીઆઈડીસીથી 1 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 15 હજાર નવા કારખાના સ્થપાશે. પુરૂષોને પ્રતિમાસ 3200 રૂપિયા અને 4 હજારની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે. ઉપરાંત સરકારે ગારમેન્ટ એન્ડ એપરેલ પોલિસી 2017 જાહેર કરી હતી.

મુખ્યમંત્રીની જાહેરાતની સાથેસાથે

-
દાહોદ તાપીમાં ઉદ્યોગનો વિકાસ 
-
ટેક્સટાઈલ ઉદ્યોગને બેઠો કરવા સરકારની કવાયત

- 5 વર્ષ સુધી સરકાર ટેક્સટાઈલ ઉદ્યોગને મદદ કરશે
-
ગાર્મેન્ટ ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સહાય
-
પ્લગ અને પ્રોડક્શનના વિચાર પર કામ થશે
જીએસટી
ને કારણે ઉદ્યોગો સુખી થશે
રાહુલ ગાંધી
ની બુદ્ધિ બાળક જેટલી
-
ઉદ્યોગોમાં લધુત્તમ વેતન રૂ. 9000

- પુરૂષોને પ્રતિમાસ 3200 રૂપિયા અને 4 હજારની મર્યાદામાં સહાય

 

Cricket Score

WhatsApp Registraltion

Close