ગુવાહાટી: હોટલ પાછી ફરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમની બસ પર પથ્થરમારો

Date:2017-10-11 10:30:54

Published By:Jay

નવી દિલ્હીઆસામની રાજધાની ગુવાહાટીમાં ટી-20 મેચ પછી બસમાં હોટલ પાછી ફરી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર કોઇએ પથ્થરોથી હુમલો કરી દીધો. આ ઘટનામાં બસની બારીઓના કાચ તૂટી ગયા. કોઇપણ ખેલાડી ઘાયલ થયો નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ ઓસ્ટ્રેલિયન ટીમ પર બાંગ્લાદેશમાં પણ આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો.

ફિંચના ટ્વીટને કેપ્ટન વોર્નરે કરેલી રિ-ટ્વીટ

- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ઘટનાની તસવીરો ટ્વીટ કરી છે. જેમાં ફિંચે લખ્યું છે કે, હોટલ જતા સમયે રસ્તામાં અમારી બસ પર બહારથી પથ્થર ફેંકવામાં આવ્યા.

- એરોન ફિંચના ટ્વીટને ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ડેવિન વોર્નરે રિ-ટ્વીટ કરી છે. અત્યાર સુધી આ ઘટનાને લઇને સરકાર કે બીસીસીઆઇ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.

હારી ગયાની નારાજગી હોઇ શકે ઘટનાનું કારણ

- અનુમાન છે કે કોઇ ક્રિકેટ પ્રેમીએ ભારતીય ટીમની હારની નારજગીના કારણે આ હુમલો કર્યો હશે.

- ઉલ્લેખનીય છે કે ગુવાહાટીમાં થયેલા સીરીઝના બીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું.

- મેચમાં મહેમાન ટીમને જીતવા માટે 119 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના પછી તેણે 15.3 ઓવરમાં 2 વિકેટ પર 122 રન બનાવીને મેચ જીતી લીધી.

- આ પહેલા ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 118/10 રન બનાવ્યા હતા. હાલમાં સીરીઝ 1-1ની બરાબરી પર પહોંચી ગઇ છે. સીરીઝનો ફેંસલો 13 તારીખે હૈદરાબાદમાં થનારી છેલ્લી ટી-20માં થશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close