હનીપ્રીતે કહ્યું હતું- બાબાને સજા થશે તો દેશનો નકશો મિટાવી દઈશું: SIT

Date:2017-10-11 10:52:39

Published By:Jay

પંચકૂલારામ રહીમની અંગત રહેલી હનીપ્રીત 6 દિવસ પોલીસ રિમાંડ પર રહી. પોલીસ કહે છે કે તે તપાસમાં સહયોગ નથી આપી રહી. રિમાંડ ખતમ થવા પર મંગળવારે એસઆઇટીએ તેને અને સુખદીપ કૌરને પંચકૂલા કોર્ટમાં હાજર કર્યા. એસઆઇટીએ કહ્યું- હનીપ્રીતે જ દેશવિરોધી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં નારેબાજી કરવામાં આવી હતી કે બાબાને સજા થઇ તો દુનિયામાંથી હિંદુસ્તાનનો નકશો ખતમ કરી નાખશે.

આ બધું મેળવવાનું છે

- SITએ કહ્યું કે વાયરલ વીડિયોના પુરાવા હનીપ્રીતના મોબાઇલમાં છે અને મોબાઇલ સુખદીપના કોઇ સંબંધીના ઘરે બિજનૌરમાં છે. પંચકૂલામાં તોફાનો કરાવવા માટે હનીપ્રતના નિશાન લગાવેલા નકશાઓ લેપટોપમાં છે. હવે આ બધું મેળવવાનું છે.

- એસઆઇટીએ એમપણ કહ્યું કે મોબાઇલ અને લેપટોપ સિરસા ડેરામાં છુપાવવામાં આવ્યા છે, જેમાં તોફાનો માટે બનાવવામાં આવેલા નકશા અને મેમ્બર્સની ડ્યૂટીનો ઉલ્લેખ છે.

- “તે પવન ઇંસા, આદિત્ય ઇંસા અને ગોબીરામના ઠેકાણા જાણે છે, તેમને પકડાવી શકે છે, 9 દિવસના રિમાંડ આપવામાં આવે. આ લોકો હિમાચલના રામપુર બુશહર અને ગુડગાંવમાં છે. તેના સહયોગી મોહિંદર ઇંસાને ગ્વાલિયર પાસે એક ફાર્મહાઉસથી પકડવાનો છે.કોર્ટે 3 દિવસના રિમાંડ આપ્યા છે.

બાબાના પીએ એ કબૂલ્યું, તોફાનો માટે થયેલો કાળા નાણાનો ઉપયોગ

- રામ રહીમના પીએ રાકેશે પોલીસને જણાવ્યું કે સિરસા ડેરામાં 17 ઓગસ્ટે થયેલી મીટિંગમાં તે સામેલ હતો. તેણે જણાવ્યું કે પંચકૂલામાં તોફાનોનું ફંડિંગ કાળાનાણામાંથી કરવામાં આવ્યું હતું.

- આ કાવતરા પર થનારા ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો અને પછી નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા જેથી કાળાનાણાને સફેદ કરી શકાય.

- રાકેશને કોર્ટે જ્યુડિશિયલ રિમાંડ પર મોકલી દીધો છે. હનીપ્રીતના કહેવા પર બનાવવામાં આવેલા નકલી દસ્તાવેજો રાજસ્થાનના ગુરુસર મોડિયામાં છે.

હનીપ્રીતની ચંપલ છૂટ્યાની બૂમો પડી પરંતુ તે સુખદીપનું નીકળ્યું

- પોલીસની ટીમ હનીપ્રીતને પંચકૂલા કોર્ટ લઇ આવી. સિક્યોરિટી પહેલેથી જ ટાઇટ કરી દેવામાં આવી હતી. કોર્ટની અંદર આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આર્મીને પણ તહેનાત કરવામાં આવી હતી.

- હનીપ્રીતને સુનાવણી પછી બહાર લાવવામાં આવી તો મીડિયાકર્મીઓ વચ્ચે આવી ગયા.

- પોલીસ તેને બચાવીને ઝડપથી બસ તરફ લઇ જવા લાગી. આ ધડબડાટીમાં એક મહિલાનું ચંપલ છૂટી ગયું.

- હનીપ્રીત અને સુખદીપ કૌરને બસમાં બેસાડી દેવામાં આવ્યા. મીડિયાએ સમજ્યું કે હનીપ્રીતનું ચંપલ છૂટી ગયું જે હકીકતમાં સુખદીપનું હતું. સુખદીપ ડેરાની સાધ્વી છે અને તેને હનીપ્રીત સાથે પકડવામાં આવી હતી.

આ છે મહત્વના પુરાવા

1. વીડિયોહનીપ્રીત નક્કી કરતી હતી કે કયો વાયરલ કરવાનો છે

- બાબા દોષી ઠેરવાય તે પહેલા જ સમર્થકો પંચકૂલા પહોંચવા લાગ્યા હતા. અહીંથી વીડિયો બનાવીને હનીપ્રીતને મોકલવામાં આવતા હતા.

- હનીપ્રીત ચેક કરતી હતી કે ક્યાં સમર્થકો વધુ દેખાઇ રહ્યા છે અને લોકોને ક્યાં ફિટ કરવાના છે. ત્યારબાદ ફરીથી વીડિયો બનાવડાવીને તેને વાયરલ કરતી હતી. દિવસમાં 10-12 વીડિયો બનાવડાવવામાં આવતા હતા.

2. નકશા પર માર્કિંગક્યાંથી એન્ટ્રી, ક્યાં હિંસા ફેલાવવી સરળ

- હનીપ્રીતે પંચકૂલાના નકશાઓ પર માર્કિંગ કર્યું હતું કે ક્યાં-ક્યાંથી શહેરમાં પ્રવેશી શકાય છે.

- સમર્થકોને ક્યાંથી ક્યાં સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. રૂટ પ્લાન સાથે તોફાનો કરવા માટે ક્યાં રોકાવાનું છે. આ બધું પ્લાનિંગ લેપટોપમાં છે. કેસની મજબૂતી માટે આ લેપટોપ મળવું બહુ જરૂરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close