IND Vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું, જેસનની 4 વિકેટ

Date:2017-10-11 10:57:24

Published By:Jay

ગુવાહાટી: ઓસ્ટ્રેલિયાએ બીજી ટી-20 મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યુ હતું. પ્રથમ બેટિંગ કરતા ભારત 118 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવી 15.3 ઓવરમાં પડકારને મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મોઇસેસ હેનરિક્સ 62* રન તેમજ ટ્રેવિસ હેડ 48 રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ભૂવનેશ્વર કુમારને 1-1 સફળતા મળી હતી.જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેનડોર્ફે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. હવે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

બુમરાહ-ભૂવનેશ્વરને મળી સફળતા

- ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 2 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.

- ત્યારબાદ એરોન ફિન્ચ ભૂવનેશ્વર કુમારની ઓવરમાં 8 રને વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.

ભારતના 118 રન

ભારત 118 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.સ્ટ્રેલિયા તરફથી બેનડોર્ફે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કેદાર જાધવે સૌથી વધુ 27 રન જ્યારે હાર્દિક પંડ્યા25 રન બનાવ્યા હતા.

જેસન બેનડોર્ફનો તરખાટ

- ભારતની ખરાબ શરૂઆત થઇ હતી. ભારતને પ્રથમ ફટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત 8 રને બેનડોર્ફની ઓવરમાં એલબી આઉટ થયો હતો.

- ત્યારબાદ વિરાટ કોહલી પણ 0 રને બેનડોર્ફને કેચ આપી બેઠો હતો.

મનિષ પાંડે 6 રને બેનડોર્ફની ઓવરમાં પેનને કેચ આપી બેઠો હતો.

- ધોની 13 રને એડમ ઝમ્પાની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો.

- કેદાર જાધવ 27 રને એડમ ઝમ્પાની ઓવરમાં બોલ્ડ થયો હતો.

બન્ને ટીમ આ રીતે છે:

ભારત: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), મનિષ પાંડે, કેદાર જાધવમહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યાકુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર (કેપ્ટન)ગ્લેન મેક્સવેલ, ટ્રેવિસ હેડ, કેન રિચર્ડસન, એડમ ઝમ્પા, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, જેસન બેહરેંડોર્ફ, એન્ડ્ર્યૂ ટાઇ નાથન કુલ્ટર નાઇલ

 

Cricket Score

WhatsApp Registraltion

Close