J&K: બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ

Date:2017-10-11 11:11:48

Published By:Jay

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સિક્યુરિટી ફોર્સે 2 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. આતંકીઓ લશ્કર-એ-તોયબાના હોઈ શકે છે. ઓપરેશનને સીઆરપીએફ, 13 RRની ટીમ પાર પાડી રહી છે.

મંગળવારે સાંજે જ આતંકીઓને ઘેરી લેવાયા હતા

ચોક્કસ જાણકારી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે મોડી રાતે હાઝિન વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા હતા. ત્યારથી જ ઓપરેશનની શરૂઆત થઈ હતી પરંતુ બુધવારે વહેલી સવારે 4.30 કલાકની આસપાસ સેના-આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ થઈ ગયો. અહીંયા કુલ 3-4 આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે.

ગત સપ્તાહે પણ બે આતંકીઓને મારવામાં મળી હતી સફળતા

ગત સપ્તાહે પણ બારામૂલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી બે હથિયાર પણ જપ્ત કરાયાં હતા. બારામૂલાની 19 ડિવિઝનના જનરલ આર.પી.કલિતાએ કહ્યું હતું કે 60-70 પાકિસ્તાન ઘૂસણખોરો સરહદપાર કરવા તૈયાર છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close