18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે: SCનો મહત્વનો ચુકાદો

Date:2017-10-11 13:49:49

Published By:Jay

નવી દિલ્હી-સુપ્રીમ કોર્ટે સગીરવયની પત્ની સાથેના શારીરિક સંબંધો પર મોટો ફેસલો સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટે કહી દીધુ છે કે સગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધ રેપ ગણાશે. કોર્ટે IPCની કલમ 375ના અપવાદને ગેરબંધારણીય ગણાવી. જો પતિ 15થી 18 વર્ષની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવશે તો રેપ ગણાશે. કોર્ટે કહ્યું કે આવા કેસમાં એક વર્ષની અંદર જો યુવતી ફરિયાદન નોંધાવે તો રેપનો કેસ નોંધાઈ શકે છે. મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

વાત જાણે એમ છે કે IPC375(2) કાયદાનો અપવાદ કહે છે 15 વર્ષથી 18 (18 પૂરા થયા હોય) વર્ષની પત્ની સાથે પતિ સંબંધ બનાવે તો તે બળાત્કાર ગણાશે નહીં જ્યારે બાળ વિવાહના કાયદા મુજબ લગ્ન માટે યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ (પૂરા) હોવી જોઈએ. પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ માટેની સહમતિની ઉંમર વધારવાની માગણીવાળી અરજીના જવાબમાં સરકારે કહ્યું હતું કે ભારતમાં બાળવિવાહ એક હકીકત છે અને વિવાહ સંસ્થાની રક્ષા થવી જોઈએ. તેના પર કાયદો બનાવવો સંસદનું કામ છે અને કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.

બાજુ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે સતી પ્રથા પણ દાયકાઓથી ચાલી રહેલી પરંપરા હતી પરંતુ તેને પણ ખતમ કરવામાં આવી. જે પ્રથા દાયકાઓથી ચાલતી આવતી હોય તે યોગ્ય હોય તે જરૂરી નથી. કેન્દ્ર સરકાર તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે પ્રથા સદીઓથી ચાલતી આવી છે અને આથી સંસદ તેને સંરક્ષણ આપી રહી છે. એટલે કે જો કોઈ 15થી 18 વર્ષની પત્ની સાથે સંબંધ બાંધે તો તે રેપ નહીં ગણાય. જો કોર્ટને એમ લાગતુ હોય કે યોગ્ય નથી તો સંસદ તેના પર વિચાર કરશે.

સુનાવણીમાં બાળવિવાહ બદલ 15 દિવસથી 2 વર્ષની સજા ઉપર પણ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યાં હતાં. સુપ્રીમે કેન્દ્રને કહ્યું હતું કે શું કોઈ કઠોર સજા છે? કશું નથી. કઠોર સજાનો અર્થ IPCમાં મૃત્યુદંડ છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે બાળવિવાહ જો કોઈ કરે તો તેના પર કઠોર સજાની જોગવાઈ છે. જ્યારે સુપ્રીમે કહ્યું કે બાળવિવાહ અપરાધ ગણાવાયો છે છતાં કેટલાક લોકો બાળવિવાહ કરાવે છે. લગ્ન નહીં પરંતુ મિરાજ છે.

કોર્ટે વધુ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોર્ટ પાસે ત્રણ વિકલ્પ છે, પહેલો તે અપવાદને હટાવી દે, જેનો અર્થ થાય છે કે બાળ વિવાહ મામલે 15થી 18 વર્ષની યુવતી સાથે જો તેનો પતિ સંબંધ બાંધે તો તેને રેપ ગણવામાં આવે.

કોર્ટે કહ્યું બીજો વિકલ્પ છે કે મામલે પોસ્કો એક્ટ લાગુ કરવામાં આવે એટલે કે બાળવિવાહ મામલે 15થી 18 વર્ષની યુવતી સાથે જો તેનો પતિ સંબંધ બાંધે તો તેના પર પોસ્કો હેઠળ કાર્યવાહી થાય. ત્રીજો વિકલ્પ છે કે આમા કશું કરવામાં આવે અને તેને અપવાદ ગણવામાં આવે. જેનો અર્થ છે કે બાળવિવાહ મામલે 15થી 18 વર્ષની યુવતી સાથે જો તેનો પતિ સંબંધ બાંધે તો તે રેપ ગણાય.

અરજીકર્તા તરફથી કહેવાયું કે બાળવિવાહથી બાળકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. બાળવિવાહ બાળકો પર એક પ્રકારે જુલ્મ છે કારણ કે ઓછી ઉંમરમાં લગ્ન કરવાથી તેમનું શારીરિક શોષણ વધુ થાય છે અને આવામાં બાળકોને સંરક્ષણ પૂરું પાડવાની જરૂર છે. વાત જાણે એમ છે કે કોર્ટમાં સંગઠને એક અરજી કરી હતી જેમાં કહેવાયું હતું કે 15થી 18 વર્ષની વચ્ચે લગ્ન કરનારી યુવતીઓને કોઈ પણ પ્રકારનું સંરક્ષણ નથી.

અરજીકર્તાએ એમ પણ કહ્યું હતું કે આમ તો યુવતીઓના લગ્ન માટેના ન્યૂનતમ આયુ 18 વર્ષ છે પરંતુ આનાથી ઓછી ઉંમરમાં તેમના લગ્ન થઈ રહ્યાં છે. 15થી 18 વર્ષની યુવતીઓના લગ્ન કાયદેસર હોતા નથી પરંતુ તેને ગેરકાયદેસર જાહેર કરી શકાય છે. અરજીમાં એવી પણ દલીલ કરાઈ કે આટલી ઓછી આયુમાં યુવતીઓના લગ્ન તેમના શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

અત્રે જણાવવાનું કે કાયદા મુજબ લગ્ન માટે યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. યુવકો માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ નિર્ધારીત છે. તેનાથી ઓછી ઉંમરના સગીર ગણાય. જો કે ભારતીય કાયદો તો એવા બાળવિવાહને પણ કાયદેસર ગણે છે જેમાં પતિ પત્ની વચ્ચે સંબંધ બંધાયો હોય. સહમતિથી શારીરિક સંબંધ બનાવવા માટે કાયદાકીય રીતે યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેનાથી ઓછી ઉંમરે શારીરિક સંબંધ બંધાય તો તે બળાત્કાર ગણાશે. જો કે લગ્ન થવા પર 15 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે સેક્સ અપરાધ ગણાતો નથી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close