મારા ઈશારે જ પંચકૂલામાં હિંસા, રૂ. 1.25 કરોડ વહેંચ્યા: હનીપ્રીતની કબૂલાત

Date:2017-10-11 15:28:45

Published By:Jay

ચંદીગઢરિમાન્ડ દરમિયાન રામ રહીમની કહેવાતી દત્તક દીકરી હનીપ્રીતે કબૂલ કર્યું છે કે પંચકૂલામાં હિંસા તેના ઇશારા પર થઈ હતી. એસઆઇટીના જણાવ્યા પ્રમાણે, હનીપ્રીતે જણાવ્યું કે હિંસા માટે તેણે સવા કરોડ રૂપિયા પણ વહેંચ્યા હતા. રિમાન્ડ પછી મંગળવારે એસઆઇટીએ હનીપ્રીત અને સુખદીપ કૌરને પંચકૂલા કોર્ટમાં હાજર કરી હતી. આ પહેલા હનીપ્રીતને 4 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હનીપ્રીત પર પંચકૂલામાં હિંસા ભડકાવવાનો આરોપ છે.

તોફાનો ભડકાવવા માટે વીડિયો વાયરલ કર્યા- SIT

- મંગળવારે એસઆઇટીએએ કોર્ટમાં કહ્યું- હનીપ્રીતે જ દેશવિરોધી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં નારેબાજી કરવામાં આવી હતી કે બાબાને સજા થઇ તો દુનિયામાંથી હિંદુસ્તાનનો નકશો ખતમ કરી નાખશે. પંચકૂલામાં તોફાનો કરાવવા માટે હનીપ્રીતે માર્કિંગ કરેલા નકશાઓ લેપટોપમાં છે.

હનીપ્રીતને બઠિંડા લઇ જઇ શકે છે SIT

- SITએ કહ્યું, “મોબાઇલ અને લેપટોપ મેળવવાના છે. મોબાઇલ બઠિંડામાં સુખદીપ કૌરના ભાઇની પાસે છે. આ ઉપરાંત હનીપ્રીત પવન, આદિત્ય અને ગોબીરામના ઠેકાણા જાણે છે.એસઆઇટી હનીપ્રીતને લઇને એકવાર ફરી બઠિંડા જઇ શકે છે.

- એસઆઇટીએ એમપણ કહ્યું કે મોબાઇલ અને લેપટોપ સિરસા ડેરામાં છુપાવવામાં આવ્યા છે, જેમાં તોફાનો માટે બનાવવામાં આવેલા નકશા અને મેમ્બર્સની ડ્યૂટીનો ઉલ્લેખ છે.

બાબાના પીએ એ કબૂલ્યું, તોફાનો માટે થયેલો કાળા નાણાનો ઉપયોગ

- રામ રહીમના પીએ રાકેશે પોલીસને જણાવ્યું કે સિરસા ડેરામાં 17 ઓગસ્ટે થયેલી મીટિંગમાં તે સામેલ હતો. તેણે જણાવ્યું કે પંચકૂલામાં તોફાનોનું ફંડિંગ કાળાનાણામાંથી કરવામાં આવ્યું હતું.

- આ કાવતરા પર થનારા ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો અને પછી નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા જેથી કાળાનાણાને સફેદ કરી શકાય.

- રાકેશને કોર્ટે જ્યુડિશિયલ રિમાંડ પર મોકલી દીધો છે. હનીપ્રીતના કહેવા પર બનાવવામાં આવેલા નકલી દસ્તાવેજો રાજસ્થાનના ગુરુસર મોડિયામાં છે.

હનીપ્રીતની ચંપલ છૂટ્યાની બૂમો પડી પરંતુ તે સુખદીપનું નીકળ્યું

- પોલીસની ટીમ હનીપ્રીતને પંચકૂલા કોર્ટ લઇ આવી. સિક્યોરિટી પહેલેથી જ ટાઇટ કરી દેવામાં આવી હતી. કોર્ટની અંદર આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આર્મીને પણ તહેનાત કરવામાં આવી હતી.

- હનીપ્રીતને સુનાવણી પછી બહાર લાવવામાં આવી તો મીડિયાકર્મીઓ વચ્ચે આવી ગયા.

- પોલીસ તેને બચાવીને ઝડપથી બસ તરફ લઇ જવા લાગી. આ ધડબડાટીમાં એક મહિલાનું ચંપલ છૂટી ગયું.

- હનીપ્રીત અને સુખદીપ કૌરને બસમાં બેસાડી દેવામાં આવ્યા. મીડિયાએ સમજ્યું કે હનીપ્રીતનું ચંપલ છૂટી ગયું જે હકીકતમાં સુખદીપનું હતું. સુખદીપ ડેરાની સાધ્વી છે અને તેને હનીપ્રીત સાથે પકડવામાં આવી હતી.

આ છે મહત્વના પુરાવા

1. વીડિયોહનીપ્રીત નક્કી કરતી હતી કે કયો વાયરલ કરવાનો છે

- બાબા દોષી ઠેરવાય તે પહેલા જ સમર્થકો પંચકૂલા પહોંચવા લાગ્યા હતા. અહીંથી વીડિયો બનાવીને હનીપ્રીતને મોકલવામાં આવતા હતા.

- હનીપ્રીત ચેક કરતી હતી કે ક્યાં સમર્થકો વધુ દેખાઇ રહ્યા છે અને લોકોને ક્યાં ફિટ કરવાના છે. ત્યારબાદ ફરીથી વીડિયો બનાવડાવીને તેને વાયરલ કરતી હતી. દિવસમાં 10-12 વીડિયો બનાવડાવવામાં આવતા હતા.

2. નકશા પર માર્કિંગક્યાંથી એન્ટ્રી, ક્યાં હિંસા ફેલાવવી સરળ

- હનીપ્રીતે પંચકૂલાના નકશાઓ પર માર્કિંગ કર્યું હતું કે ક્યાં-ક્યાંથી શહેરમાં પ્રવેશી શકાય છે.

- સમર્થકોને ક્યાંથી ક્યાં સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. રૂટ પ્લાન સાથે તોફાનો કરવા માટે ક્યાં રોકાવાનું છે. આ બધું પ્લાનિંગ લેપટોપમાં છે. કેસની મજબૂતી માટે આ લેપટોપ મળવું બહુ જરૂરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close