'કંઈક ખોટું થયું છે, પક્ષે નૈતિકતા ગુમાવી છે,' જય શાહ મુદ્દે યશવંત સિંહા

Date:2017-10-11 17:03:22

Published By:Jay

પટનાઃ દેશની આર્થિક પરિસ્થિતિ અંગે મોદી સરકારને લપડાક માર્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા, પ્રમુખ અમિત શાહના પુત્રને લઈ ઊભા થયેલા વિવાદ પર પક્ષ પર કટાક્ષ કર્યો છે. યશવંત સિન્હાએ કહ્યું છે કે, “તેમનો પક્ષ ભ્રષ્ટાચારને લઈને નૈતિકતા ગુમવી ચુક્યો છે.યશવંત સિન્હાએ વધુમાં કહ્યું કે ભાજપમાં અનેક ચૂક જોવા મળી રહી છે. અમિત શાહના પુત્ર જય શાહની કંપની સામે આંગળી ચિંધતા અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમના બચાવમાં કૂદી પડ્યાં છે. તો જય શાહના વકીલ તરીકે પણ ટોપના સરકારી વકીલ તુષાર મહેતા સલાહ આપતા જોવા મળે છે.


કંઈક ખોટું થયું છે - યશવંત સિન્હા

- યશવંત સિન્હા કહ્યું કે, “જે રીતે જય શાહને પાવર મિનિસ્ટ્રી દ્વારા લોન આપવામાં આવી છે અને પિયૂષ ગોયલ જેવાં મંત્રી તેમના બચાવમાં આગળ આવ્યાં છે તે જોતાં લાગી રહ્યું છે કે કંઈક ખોટું થયું છે.

- ભૂતપૂર્વ નાણા મંત્રી અહીં જ ન અટકતાં તેમને કહ્યું કે, “ એડિશ્નલ જનરલ સોલિસિટર (તુષાર મહેતા) સ્વતંત્રી રીતે આ કેસને કોર્ટમાં રજૂ કરી રહ્યાં છે, આવું પહેલાં ક્યારેય થયું નથી.

આ કેસમાં અનેક ડિપાર્ટમેન્ટ જોડાયેલાં છે યોગ્ય તપાસ જરૂરી

- પટનામાં બોલતાં યશવંત સિન્હાએ વધુમાં કહ્યું કે, “આ મામલે સરકારે તપાસના આદેશ આપવાં જોઈએ કારણે સરકારનાં અનેક ડિપાર્ટમેન્ટ આ મામલે જોડાયેલાં છે.

- આટલેથી જ ન અટકતાં યશવંત સિન્હાએ આક્ષેપ કરતાં કહ્યું કે, “તેમનો પક્ષ ભ્રષ્ટાચાર વિરૂદ્ધની નીતિમાં નૈતિકતા ગુમાવી ચુક્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close