હનીપ્રીતને લઈને રાજસ્થાન પહોંચી હરિયાણા પોલીસ, રોકાઈ હતી 3 દિવસ

Date:2017-10-12 09:30:45

Published By:Jay

શ્રીગંગાનગર: ગુરમીત રામ રહીમના બધા રહસ્યો જાણતી હનીપ્રીતને હરિયાણા પોલીસ બુધવારે બપોર પછી રાજસ્થાનના શ્રીગંગાનગર અને હનુમાનગઢ લઈને પહોંચી હતી. હનીપ્રીત જ્યારે ભાગી હતી ત્યારે તે આ બંને જિલ્લામાં જે જગ્યાએ રોકાઈ હતી તે વિસ્તારને કન્ફર્મ કરી રહી છે પોલીસ. પોલીસે મોડી સાંજ સુધી જ્યાં રામ રહીમનો જન્મ થયો હતો તે જગ્યા ગુરુસર મોડિયામાં પણ કાર્યવાહી કરી હતી.

પોલીસ રામ રહીમના પૈતૃક ઘરે પણ ગઈ હતી


-
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચકૂલા પોલીસ 7 ગાડીમાં ફોર્સ સાથે હનીપ્રીતને લઈને શ્રીગંગાનગર ગામ લાધુવાલા પાસે ગિલોની ઢાણી પહોંચી હતી. હનીપ્રીત જ્યારે ભાગી ગઈ હતી તે દરમિયાન તે અહીં 2 દિવસ રોકાઈ હતી. માનવામાં આવે છે કે તે જગ્યાએ રહી હતી ત્યાં રામ રહીમના સંબંધીઓ રહે છે.
-
આ જગ્યાની તપાસ કર્યા પછીપોલીસની ટીમ હનીપ્રીતને લઈને સાંજે અંદાજે પોણા સાત વાગે હનુમાનગઢ ગામના ગુરુસર મોડિયા પહોંચી હતી. અહીં રામ રહીમના પૈતૃકોનું મકાન છે. ટીમ પહેલાં સીધા તેમના ઘરે ગઈ હતી. ત્યાંથી ડેરા સચ્ચા સોદાની સીનિયર સેકેન્ડરી ગર્લ્સ સ્કૂલની હોસ્ટેલ અને હોસ્પિટલ પણ ગયા હતા. હનીપ્રીત અહીં 3 દિવસ રોકાઈ હતી.
-
અહીંથી નીકળીને તેઓ ગિલોની ઠાણીમાં રોકાઈ હતી. હરિયાણાના પંચકૂલા એએસપી મુકેશ મલહોત્રા ટીમની સાથે રાજસ્થાન આવ્યા હતા. હરિયાણા પોલીસ તેમની કાર્યવાહી પૂરી કરીને મોડી રાત્રે પંચકૂલા પરત આવી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close