પાલનપુરઃ સ્ટેજની સીડી તૂટતા કેન્દ્રીય મંત્રી નીચે પટકાયા, CM બચ્યા

Date:2017-10-12 09:40:47

Published By:Jay

પાલનપુરઃ પાલનપુર રામલીલા મેદાનમાં બુધવારે બપોરે મુખ્યમંત્રીનો ગૌરવયાત્રા કાર્યક્રમ પુરો થયા બાદ સ્ટેજની સીડી ઉપર પત્રકારોને ઇન્ટરવ્યુ આપતી વખતે સ્ટેજની સીડી તૂટી જતા મુખ્યમંત્રી પાછળ ઉભેલા કેન્દ્રિય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા,અન્ય એક ભાજપના નેતા નીચે પડી ગયા હતા.જેમાં સહેજ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી બચી ગયા હતા.જોકે ચાર સેકન્ડમાં આખી ઘટના ઘટી ગઇ હતી.અને મુખ્યમંત્રીએ ઈન્ટરવ્યુ રોકી ભાજપના આગેવાનો ઉભા થયા બાદ પુન: ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઘટનાને પગલે થોડોક સમય અફરા-તફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો.

પાલનપુરમાં બપોરે યોજાયેલી સભામાં સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતના વિકાસના કારણે કોંગ્રેસ રઘવાઈ થઈ છે. કોંગ્રેસના આગેવાનો વિકાસની મજાક કરવા નીકળ્યા છે. ત્યારે ગરીબોના ઘરોમાં 3 કરોડ ગેસના બાટલા પહોંચાડી ને ભાજપે વિકાસ કર્યો છે. ગુજરાતમાં મુસ્લિમ ભાઈઓ નક્કી કરે કે વિકાસમાં સહભાગી બનીએ. અને ગુજરાતના મુસ્લિમો સુખી છે. અને સૌથી વધુ હજયાત્રી ગુજરાતમાંથી જાય છે.

Cricket Score

WhatsApp Registraltion

Close