પ્રોફેસરોને 7મું પગારપંચ: વેતનમાં 10 હજારથી લઈ 50 હજાર સુધી થશે વધારો

Date:2017-10-12 09:43:47

Published By:Jay

નવી દિલ્હીમાનવસંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે કેન્દ્ર, રાજ્ય તથા ગ્રાન્ટ-એઇડ યુનિવર્સિટી-કોલેજોના અધ્યાપકો માટે 7મા વેતનપંચની ભલામણો લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

7 લાખથી વધુ અધ્યાપકોને થશે લાભ

જાવડેકરે જણાવ્યું હતું કે ભલામણોનો સ્વીકાર કરવાના નિર્ણયનો લાભ કુલ 7,58,000 અધ્યાપકોને થશે. અધ્યાપકોના વેતનમાં 10 હજારથી લઈ 50 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. અધ્યાપકોને મળેલો વધારો 22થી 28 ટકા સુધીનો છે. વેતનમાં વધારો 1 જાન્યુઆરી, 2016થી લાગુ થશે. અધ્યાપકોને વેતનવધારા માટે રાજ્યોને કેન્દ્રની સહાય મળશે. જાવડેકરે જણાવ્યું હતું કે શૈક્ષણિક ક્ષેત્રમાં વર્તમાન પ્રતિભાશાળી અધ્યાપકો જાળવી રાખવા માટે તેમને સારું વેતનધોરણ આપવું જરૂરી છે.

કેન્દ્ર પર 1400 કરોડનો બોજ પડશે

7મા વેતનપંચની ભલાણોના સ્વીકારને પગલે કેન્દ્ર સરકાર પર 1400 કરોડ રૂપિયાનો બોજો આવશે, જ્યારે રાજ્યો પર 8,400 કરોડ રૂપિયાનો બોજો આવશે. કેન્દ્રીયકાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે 119 આઇઆઇટી,આઇઇએમ તથા એનઆઇટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકોને તેનો લાભ મળશે.

અધ્યાપકોને 11 વર્ષે પગાર વધારો મળ્યો

યુનિવર્સિટી-કોલેજોના અધ્યાપકોને છેલ્લે 11 વર્ષ અગાઉ વેતનવધારાનો લાભ મળ્યો હતો. ચાલુ વર્ષે અધ્યાપકોના વિવિધ સંગઠનોએ 7મા વેતન પંચની ભલામણોના સ્વીકારમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close