પ્રેમ પ્રકરણમાં તારાપુરમાં તલાટીની 15 ઘા મારી હત્યા કરાઇ, ચારની ધરપકડ

Date:2017-10-12 10:01:44

Published By:Jay

આણંદ: તારાપુર તાલુકામાં મહિયારી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. તલાટીની મુસ્લિમ પ્રેમિકાના નિકાહ જેની સાથે થવાના હતા તે યુવક અને એક સગીર સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.

તલાટીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

ખંભાત રોડ સ્થિત ઈલાપાર્ક સ્થિત ખંડેર હાલતમાં આવેલી દુકાનમાંથી છઠ્ઠી ઓક્ટોબરે મહીયારી ગ્રામ પંચાયતના તલાટી ઈન્દ્રજીતસિંહનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બાતમીદારો સક્રિય કરી સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકને તેના ગામ કલોદરામાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા યુવતીને ગામનો એક યુવક મોઈનખાન ઉર્ફે ભોલો ઉમરખાન બસીરખાન પઠાણ સાથે નિકાહ થવાના હતા.

મોઈનને યુવતીના સંબંધ ઈન્દ્રજીતસિંહ સાથે હોવાની જાણ થતાં પોતાના રસ્તામાંનો કાંટો દૂર કરવા માટે તેણે પોતાના ત્રણ મિત્ર જાવેદમિયાં યુસુફમીયા શેખ, સાદીદ મહમદ મલેક તેમજ એક સગીર સાથે મળી ઈન્દ્રજીતસિંહની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેને પગલે ગત છઠ્ઠીના રોજ તેને આ મામલે વાત કરવા માટે ઈલાપાર્ક સ્થિત ખંડેર મકાનમાં બોલાવી ત્યાં તેના માથામાં બોથડ પદાર્થ મારી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે 15 ઘા મારી હત્યા કરી દીધી હતી. એલસીબીએ ચારેય આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close