અમારી સરકાર રામ મંદીરનું નિર્માણ કરી શકશે નહીં, PM મોદીના મંત્રીનું ચોંકાવનારું નિવેદન

Date:2017-10-12 10:46:07

Published By:Jay

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરને લઈને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લએ મોટું નિવેદન આપ્યું છે. હિન્દી વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર તેમણએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રામ મંદિરના નામ પર ક્યારેય ચૂંટણી નથી લડી. સરકાર રામ મંદિરનું નિર્માણ નહીં કરી શકે. મંત્રીનું માનીએ રામ અમારી સાથે હંમાશે રહ્યા છે અને મંદિર બનાવવા માટે કોર્ટ અને એકબીજા સાથે સમજૂતીથી કોઈ નિર્ણય આવે ત્યારે જઈને રામ મંદિર બનશે.

 

કેન્દ્રિય મંત્રી શિવ પ્રતાપ બુધવારે લખનઉ જતા પહેલા યૂપીના બસ્તીમાં મુડઘાટ પર રોકાયા હતા. અહીંયા બીજેપી કાર્યકર્તાએ માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે વિકાસદર હંમેશા વધતો અને ઘટતો રહે છે. આવું પહેલીવાર નથી થયું. હાલ જીએસટી લાગૂ થવાના 3 મહિના જ થયા છે. તેના જ આધાર પર ધીરે-ધીરે પરિવર્તન થઈ રહ્યું છે. આખું વિશ્વ આજે ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યું છે.

 

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં સરયૂ તટ પર ભગવાન રામની 108 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરાવશે. એનજીટીની અનુમતિ મળ્યા બાદ તેના પર કામ શરૂ થશે. પર્યટન વિભાગે રાજ્યપાલને આપેલા એક પ્રેઝન્ટેશનમાં તેની જાણકારી આપી. પ્રદેશ સરકાર અયોધ્યામાં સરયૂ તટ પર ભગવાન રામની 108 ફૂટ ઉંચી પ્રતિમાં સ્થાપિત કરાવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close