46 વર્ષમાં ગરીબી 57%થી 30% થઈ, છતાં વિશ્વનો દર ત્રીજો ગરીબ ભારતીય

Date:2017-10-12 11:03:43

Published By:Jay

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ બુધવારે ગરીબી હટાવોનો નારો આપ્યો. તેમણે 5 વર્ષમાં દેશમાંથી ગરીબી ખતમ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. 1971માં ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. જે બાદ 46 વર્ષમાં અત્યાર સુધી 4 પીએમ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે કેમ્પેન લોંચ કરી ચૂક્યા છે. આ 46 વર્ષમાં ગરીબી આશરે 27% ઘટી છે.

971માં શું હતી સ્થિતિ

1971માં ગરીબી કુલ વસતિની 57% હતી. હાલ આશરે 30% વસતી ગરીબ છે. વર્લ્ડ બેંક મુજબ ભારતમાં આશરે 22.4 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે. એટલે કે તેઓ દૈનિક 120 રૂપિયા (ઈન્ટરનેશનલ સ્કેલ)થી ઓછા ખર્ચમાં જીવન પસાર કરે છે.

સૌથી વધારે ગરીબ ભારતમાં

- વિશ્વમાં વસતીના હિસાબે સૌથી વધારે ગરીબ ભારતમાં રહે છે. જે બીજા સૌથી ગરીબ દેશ નાઇઝીરિયાથી આશરે 2.5 ગણા વધારે છે.

- વિશ્વના દર ત્રીજામાંથી એક ગરીબ ભારતમાં રહે છે. ભારતમાં 7 રાજ્યો છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આશરે 60% ગરીબ વસતી રહે છે.

- ભારતના ગામડાઓમાં 80% ગરીબો રહે છે. વિશ્વમાં આશરે 76 કરોડ ગરીબ લોકો છે.

મોદીથી પહેલા 4 PM દેશમાં ગરીબી હટાવો કેમ્પેન લોન્ચ કરી ચૂક્યા છે

ઈન્દિરા ગાંધીઃ 1980માં સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાની શરૂઆત કરી. જેનો હેતુ ગામડામાં રહેતા લોકોની ગરીબી ખતમ કરવાનો હતો.

ઈન્દ્ર કુમાર ગુજરાલઃ 1997માં રક્ષિત સાર્વજનિક વિતરણ પ્રણાલી શરૂ કરી. રેશનની દુકાનો પર ઓછા ભાવ પર અનાજ ઉપલબ્ધ કરાવ્યું.

અટલ બિહારી વાજપેયી 2000માં પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના શરૂ કરી. જેનો ટાર્ગેટ ગામડાની પ્રગતિ કરી ગરીબી ખતમ કરવાનો હતો.

મનમોહન સિંહઃ 2006માં મનરેગા લોન્ચ કરી. જેનો હેતુ ગામડામાં ખેડૂતોને 100 દિવસની રોજગારી ગેરંટી આપવાનો હતો.

ભારતના ગામડામાં ગરીબીના 4 કારણ

નેચરઃ મોન્સૂન અને હવામાન પર નિર્ભરતા.

પર્સનલઃ જેમાં બીમારી મોખરે છે. સૌથી વધારે બીમારી ખાવા-પીવા અને પાણીથી થાય છે.

બાયોલોજિકલઃ વસતી વધારાથી ગરીબીમાં વધારો થાય છે.

ઈકોનોમિકલઃ દેશમાં મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. પરંતુ ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close