6GB રેમ 128GB મેમોરી સાથે શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો શાનદાર Mi Mix 2

Date:2017-10-12 11:15:11

Published By:Jay

નવી દિલ્હી-ચાઇનીઝ કંપની શાઓમીએ ભારતમાં MI Mix 2 લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન અન્ય સ્માર્ટફોન્સથી દેખાવમાં ઘણો અલગ છે. કારણ કે કંપનીએ આમાં નો-વોટર ડિસ્પ્લે આપ્યું છે. જો તમને યાદ હોય તો પહેલા કંપનીએ Mi Mix લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોકાવી દીધું હતું. જોકે, ત્યારે એક કોન્સેપ્ટના રૂપમાં હતો અને કોઈ કલ્પનાથી ઓછું નહતું. પહેલાના સ્માર્ટફોનમાં બેઝલ જોવા મળતી હતી. હવે કંપનીએ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દીધો છે.

એક પ્રીમિયમ સ્માર્ટફોન છે અને આના ખાસિયતની વાત કરીએ તો આની ડિસ્પલે 5.99 ઈંચની છે. સ્માર્ટફોનું એસ્પેક્ટ રેશ્યો 18:9 છે. કંપની અનુસાર તેમને પહેલા ગૂગલને કહ્યું, પરંતુ આની પરવાનંગી મળી નહી. જોકે, પાછળથી ગૂગલ એસ્પેક્ટ રેશ્યો સાથે ડિસ્પલે પર એપ સપોર્ટ આપવા માટે તૈયાર થયું. આમાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. Mi Mix 2 અગાઉના સ્માર્ટફોનની સરખામણીમાં સ્લિમ છે. સુપર બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે જેમાં ફ્રન્ટ અને રિયર કેમેરા પર 18K ગોલ્ડ પ્લેટેડ રિંગ હશે.

સ્પેશિફિકેશનની વાત કરીએ તો ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે અને આમાં ક્વોલકોમની હાઈ એન્ડ પ્રોસેસર Snapdragon 835 ઓક્ટાકોર આપવામાં આવ્યું છે જે આને ફાસ્ટ બનાવશે. શાનદાર કેમેરા માટે કંપનીએ આમાં 4-એક્સિસ ઓપ્ટિકલ ઈમેઝ સ્ટેબ્લાઈઝેશન આપ્યું છે. સેન્સરની વાત કરીએ તો આમાં 1.25 માઈક્રોન લાર્જ પિક્સલ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનનો કેમેરો Mi 6વાળું છે અને આમાં 12 એમપીનું સોનીનું સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Mi Mix 2માં 3,400mAhની બેટરી આપવામાં આવી છે અને આની સાથે ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ આપવામાં આવ્યો છે. શાઓમીનો દાવો છે કે, સ્માર્ટફોનમાં મોટી ડિસ્પલે હોવા છતાં iPhone 7 Plusથી નાનો છે. સ્માર્ટફોનની કિંમત રૂ. 35,999 છે અને તેનું વેચાણ 17 ઓક્ટોબરથી ભારતમાં શરૂ કરવામાં આવશે. આને -કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ સહિત કંપનીના સ્ટોર અને અન્ય વેબસાઇટ પરથી ખરીદી શકશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close