સતત હથિયારોનું પરીક્ષણ કરી રહેલા નોર્થ કોરિયાનું કંઈક કરવું જ પડશે- ટ્રમ્પ

Date:2017-10-12 13:54:41

Published By:Jay

અમેરિકા-અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું છે કે, નોર્થ કોરિયા જે રીતે મિસાઇલ અને ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે તેને જોતાં લાગે છે કે હવે નોર્થ કોરિયાનું કંઇક કરવું જ પડશે.

- નોર્થ કોરિયા એ 22 જેટલી મિસાઇલ્સ છોડી છે, જે પૈકી બે જાપાન પરથી પણ પસાર થઇ હતી. 
-
ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં નોર્થ કોરિયા એ કરેલા 15 જેટલા પરિક્ષણોથી અમેરિકા તથા તેના સાથી દેશો ચિંતિત છે. 
-
બુધવારે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડ્યૂની હાજરીમાં ટ્રમ્પે કહ્યું હતું કે, અન્ય લોકો કરતાં સમસ્યા અંગે મારો એટિટ્યૂડ અલગ હોય છે. 
-
વધુમાં ટ્રમ્પે કહ્યું કે, હું બધાની વાતોને સાંભળું છું, પરંતુ અંતે અમેરિકા માટે તથા વિશ્વ માટે જે ખરેખર સારું હોય તે નિર્ણય લઉં છું. 
-
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઓબામા અંગે કોમેન્ટ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઓબામા જ્યારે પાવરમાં હતા ત્યારે નોર્થ કોરિયાની સમસ્યાનો શરૂઆતનો તબક્કો હતો. હવે આ સમસ્યા અત્યંત એડવાન્સ તબક્કામાં પહોંચી ગઇ છે. હવે આ સમસ્યા વધુ લંબાવી ન જોઇએ.

Cricket Score

WhatsApp Registraltion

Close