ભારત સાથે સારા સંબંધોની ઈચ્છા, પણ સામેથી શરૂઆત તો થાય: પાક. સેના પ્રમુખ

Date:2017-10-12 15:07:58

Published By:Jay

કરાંચી: પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ જણાવ્યું છે કે, પાકિસ્તાને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો વિશેની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તે માટે બીજી બાજુથી પણ શરૂઆત થવી જરૂરી છે.

પાકિસ્તાની સેના પ્રમુખે 'ઈન્ટરપ્લે ઓફ ઈકોનોમી એન્ડ સિક્યુરિટી' વિષય પર એક ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનને નેશનલ લેવલની યોજનાઓ પર આગળ વધવા માટે ખૂબ વધારે પ્રયત્ન કરીને તે જોખમી સાબિત થઈ શકે તેવી નબળાઈઓ દૂર કરવાની જરૂર છે.

એક બાજુ આક્રમક ભારત અને એક બાજુ અફઘાનિસ્તાન

સેના પ્રમુખે કહ્યું છે કે, અમારી બહારની બાજુની સેનામાં સતત ફેરફાર આવી રહ્યા છે. પૂર્વમાં આક્રમક ભારત અને પશ્ચિમમાં અસ્થિર અફઘાનિસ્તાન સાથે ક્ષેત્રિય ઐતિહાસિક વિવાદ અને નકારાત્મક સ્પર્ધાના કારણે પાકિસ્તાનને બંધક જેવો અનુભવ થાય છે. જોકે, અફઘાનિસ્તાન સીમા ઉપર શાંતિ જળવાયેલી રહે તે માટે અમે રાજકીય, સૈન્ય અને આર્થિક રીતે ઘણાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એફએટીએ તેનું સૌથી મોટુ ઉદાહરણ છે. તેના દ્વારા અફઘાનિસ્તાનમાં સુરક્ષા વધારી શકાશે.

પાકિસ્તાન ઉપર છે ખૂબ દેવું


-
દેશની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા જનરલ બાજવાએ જણાવ્યું છે કે, દેશ પર ખૂબ દેવું છે તેની ચિંતા સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે, દેશ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ દેશ પર વધી રહેલું દેવું આકાશે પહોંચી રહ્યું છે. જીડીપીની સરખામણીએ ટેક્સની આવક ખૂબ ઓછી છે. જેને વધારવાની જરૂર છે. તેમણે કહ્યું હતું, જનતના ભવિષ્યને સુધારવા માટે ટેક્સ બેઝમાં વધારો કરવો પડશે. તેની સાથે જ નાણાકીય શિસ્ત અને આર્થિક નીતિઓની સ્થિરતાને પણ સુનિશ્ચિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પર 58 અબજ ડોલરનું દેવું છે.

બાજવાએ કહ્યું છે કે, પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માટે દુશ્મન દેશ નાણાકીય કેન્દ્ર કરાંચીને તેમનું ટાર્ગેટ બનાવે છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ કરાંચીને પ્રથમ પ્રાયોરિટી આપીને ત્યાં શાંતિ લાવવા ઈચ્છે છે જેથી તે શહેર તેના જૂના આર્થિક વિકાસમાં પરત ફરીને પ્રગતી કરી શકે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close