Shaadi mein zaroor aana Review : રાજકુમાર રાવની આ ફિલ્મ કેટલી કમાલની છે તે માટે વાંચી લો આ…

Date:2017-11-10 12:29:52

Published By:Jay

કલાકાર રાજકુમાર રાવ, કૃતિ ખરબંદા

નિર્દેશક રત્ના સિંહ
ફિલ્મ ટાઈપ રોમાન્સ
સમય – 2 કલાક 17 મિનીટ
ક્રિટીક્સ રેટિંગ – 3 સ્ટાર
વ્યૂઅર્સ રેટિંગ – 3.5 સ્ટાર

રાજકુમાર રાવની ગત ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સતત હીટ સાબિત થઈ છે. તેમાં પણ ન્યૂટન તો ઓસ્કારમાં એન્ટ્રી મેળવવામાં સફળ થઈ. બહેન હોગી તેરી, બરેલી કી બર્ફીને પણ લોકોને બહુ પસંદ આવી. ત્યારે આજે તેની શાદી મેં જરૂર આના ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ડાયરેક્ટર રત્ના સિંહે કન્સેપ્ટ તો બહુ સારો પસંદ કર્યો, પણ સિમ્પલ સ્ટોરીને એટલી બધી ખેંચી છે કે ઈન્ટરવલ બાદ ફિલ્મ જોવી થોડી કંટાળાજનક લાગશે. જોકે, રાજકુમાર રાવની ગત ફિલ્મોની એક્ટિંગની જેમ ફિલ્મમાં પણ અભિનય કાબિલેદાદ છે. પરંતુ
ફિલ્મને જોવાના બે ખાસ કારણો છે કે, ફિલ્મની સ્ટોરી રિયાલિટીથી એકદમ નજીક છે અને બીજું કે, લીડ પાત્ર સત્તુમાં રાજકુમાર રાવની એક્ટિંગ વખાણવા લાયક છે.

સ્ટોરી પ્લોટ
ફિલ્મ કાનપુરથી શરૂ થાય છે. એક ઓફિસમા ક્લાર્ક સત્યેન્દ્ર મિશ્રા ઉર્ફે સત્તુ (રાજકુમાર રાવ)ને તેના મામાના લગ્નમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવે છે. તેની ફેમિલી તેને પસંદ કરી લે છે. પરંતુ આરતી શુક્લા (કૃતિ ખરબંદા)ની માતા ઈચ્છે છે કે, તેની દીકરી લગ્ન પહેલા તેના ભાવિ પતિને એકવાર મળે. પરંતુ કૃતિ પોતાનું કરિયર બનાવીને પોતાના સપના સાકાર કરવા માગે છે. પરંતુ તેના પિતાને કારણે લગ્ન માટે હા પાડવા તૈયાર થાય છે. સત્તુ અને આરતી લગ્ન પહેલા મળે છે, પહેલી મુલાકાતમાં બંનેને પ્રેમ થઈ જાય છે. બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે. પરંતુ લગ્નના દિવસે આરતી લગ્નમંડપથી ગાયબ થઈ જાય છે. સત્તુને લાગે છે કે, આરતીએ તેને ધોકો આપ્યો છે, તેથી આરતી સાથે બદલો લેવા માગે છે. હવે સીધોસાદો સત્તુ એન્ગ્રીયંગ મેન બની જાય છે.

જો એક્ટિંગની વાત કરીએ તો, રાજકુમાર રાવ હવે કોઈ પણ પાત્ર નિભાવવા માટે એક્સપર્ટ બની ચૂક્યો છે. પાત્ર પણ એવું છે. કૃતિ ખરબંદા પોતાના રોલમાં ઠીકઠીક લાગે છે. આમ પણ આખી ફિલ્મ રાજકુમારની આજુબાજુ ફરે છે. બાકીના કલાકારોને વધુ કંઈ કરવાનો મોકો નથી અપાયો.

ડિરેક્શન
ડાયરેક્ટરે સીધી સાદી સ્ટોરીને ઈન્ટરવલ પહેલા તો બરાબર ટ્રેક પર રાખી છે, પરંતુ ઈન્ટરવલ બાદ ક્લાયમેક્સને અકારણ ખેંચી રાખ્યું છે. ફિલ્મમાં ગીતો સારા છે. પલ્લુ લટકેસોન્ગ સીઝનમાં લગ્ન ગીતોમાં સો ટકા ફેમસ થશે. ફિલ્મના બાકીના ગીતોમાં એટલો દમ નથી.

ફિલ્મ કેમ જોવી
જો તમે રાજકુમાર રાવના ફેન છો, અને તમને તેની એક્ટિંગ પસંદ છે, તો ફિલ્મ જરૂર જુઓ. પરંતુ લગ્નમાં એટલા દમ નથી, કે તેમાં જવુ જરૂરી બને.

 

Cricket Score

WhatsApp Registraltion

Close