લોકસભામાં પાક. મુર્દાબાદના નારા, પુલવામા આતંકી હુમલાનો મુદ્દો ઉઠ્યો

Date:2018-01-02 16:04:28

Published By:Jay

નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શનિવાર-રવિવાર વચ્ચેની રાતે સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલાનો મુદ્દો મંગળવારે લોકસભામાં ઉઠ્યો. હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિંયાએ તેની પર સરકાર પાસેથી જવાબ માગ્યો. પહેલા બીજેપી સાંસદોએ ગૃહમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. ગૃહે હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સિંધિંયાએ કહ્યું- જ્યારે ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતો તો સરકારે તે મુજબ ફોર્સની તહેનાત કેમ કરી. વડાપ્રધાને મામલે કોઈ નિવેદન કેમ નથી આપ્યું?

મંગળવારે જેવા સ્પીકર સુમિત્રા મહાજન ગૃહમાં આવ્યા. બીજેપી સાંસદોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ ગૃહે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. સ્પીકરે પુલવામા હુમલાને કાયરતાભરી હરકત કરાર કરી.

કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિંયાએ પુલવામા આતંકી હુમલા પર સરકારનો જવાબ માગ્યો. સિંધિંયાએ કહ્યું- 2017ના અંતિમ રાતે જ્યારે સમગ્ર દેશની જનતા આવનારા નવા વર્ષનો ઉત્સવ મનાવી રહી હતી ત્યારે અકે દુખદ ઘટના ઘટી. પુલવામામાં પાકિસ્તાની સ્પોન્સર્ડ આતંકીઓએ આપણા સીઆરપીએફ પ્રશિક્ષણ કેન્દ્ર પર હુમલો કર્યો. આપણા પાંચ જવાનોને પોતાના જીવની આહૂતિ આપી. ત્રણ આતંકીઓને પણ ઠાર મરાયા. એક તરફ આપણા જવાન શહીદ થાય છે તો બીજી તરફ સરકાર આપણા જવાનોની સુરક્ષા પ્રતિ ગંભીર નથી નજર આવતી. છેલ્લા ત્રણ વર્ષોમાં ઉરી, પમ્પોર, પઠાણકોટ અને ઉધમપુર સહિત કેટલી ઘટનાઓ બની. કેટલી કમિટિઓની રચના થઈ. પરંતુ એક પછી એક સરકાર દ્વારા ભૂલનું પુનરાવર્તન કરતી રહે છે. પુલવામામાં ગયા વર્ષે એક હુમલો થઈ ચૂક્યો છે. ત્યાં આપણા 8 સૈનિક શહીદ થયા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં બીએસએફની બટાલિયન પર એક હુમલો થયો હતો જેમાં આપણો એક જવાન શહીદ થયો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close