200 વર્ષ જૂની જંગની વરસી પર પુણે-મુંબઈમાં હિંસા,એકનું મોત

Date:2018-01-02 16:48:22

Published By:Jay

પુણે: ભીમા-કોરેગાંવની લડાઇની 200મી જન્મતિથિ પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભીમા, પબલ અને શિકરાપુર ગામમાં બે જૂથો વચ્ચે હિંસા થઇ, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું. કાર્યક્રમમાં દલિતો પર થયેલી હિંસા અંગે NCP નેતા શરદ પવાર બોલ્યા કે 200 વર્ષોથી લોકો ત્યાં જઇ રહ્યા છે પણ આવું ક્યારેય થયું નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહ્યું કે, કોરેગાંવ હિંસાની જ્યુડિશિયલ તપાસ માટે સુપ્રીમને વિનંતી કરવામાં આવી છે તથા યુવકના મોત પર સીઆઈડી ઇન્કવાયરી પણ હાથ ધરવામાં આવશે. ભોગ બનેલાના પરિવારને 10 લાખ રૂપિયાનું સરકાર વળતર આપશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, જ્યારે લોકો ગામમાં યુદ્ધ સ્મારક તરફ આગળ વધી રહ્યા હતા તો શિરૂર તહેસીલ સ્થિત ભીમા કોરેગાંવમાં પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ થઇ. હિંસા ત્યારે શરૂ થઇ જ્યારે એક લોકલ ગ્રુપ અને ભીડના કેટલાંક લોકોની વચ્ચે સ્મારક તરફ જવા દરમિયાન કોઇ મુદ્દે ઝઘડો થઇ ગયો. 
-
તે પછી પથ્થરમારો શરૂ થયો. હિંસા દરમિયાન કેટલાંક વાહનો અને પાસે આવેલા એક મકાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું.  હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે. જોકે, તેની ઓળખ અને તેનું મોત કેવી રીતે થયું તેની હજુ બરાબર જાણ થઇ શકી નથી. પોલીસે ઘટના પછી થોડા સમય માટે પુણે-અહેમદનગર હાઇવે પર વાહનવ્યવહાર સ્થગિત કર્યો છે.

 દલિતો પર થયેલી હિંસા પર શરદ પવારે કહ્યું, "લોકો ત્યાં 200 વર્ષથી જઇ રહ્યા છે. આવું ક્યારેય પણ થયું નથી. તમામને આશા હતી કે 200મી જન્મતિથિ પર વધુ લોકો જોડાશે. મામલે વધુ ધ્યાન આપવાની જરૂર છે." રિપોર્ટ પ્રમાણે, મોબાઇલ ફોન નેટવર્કને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ભડકાવે તેવા સંદેશાઓ ફેલાતા અટકે.  કાર્યક્રમમાં દલિત નેતા અને ગુજરાતથી નવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેએનયુ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ, રોહિત વેમુલાની મા રાધિકા, ભીમ આર્મી અધ્યક્ષ વિનય રતન સિંહ અને પૂર્વ સાંસદ તેમજ ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા. ઘટના પછી તમામે બીજેપી પર આરોપો લગાવ્યા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close