ગોવામાં રન-વેથી બહાર આવ્યું મિગ-29K, એરક્રાફ્ટમાં લાગી આગ

Date:2018-01-03 16:09:04

Published By:Jay

ગોવા-ગોવા એરપોર્ટ પર બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં એક ટ્રેઇની મિગ- 29K એરક્રાફ્ટ રનવેથી બહાર આવી ખેતરમાં ઘૂસી ગયું હતું. ત્યારબાદ તેમાં આગ લાગી. જો કે, ઘટનાના તુરંત બાદ એરક્રાફ્ટ ચલાવી રહેલો ટ્રેઇની પાઇલટ તેમાંથી બહાર નીકળી ગયો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મિગમાં આગ બુઝાવવાનું કામ ચાલુ છે. ઘટના બાદ ગોવા એરપોર્ટને હાલ થોડાં સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. એરક્રાફ્ટથી નિકળતો ધુમાડો દૂરથી જોઇ શકાય છે.

હાલમાં ઇન્ડિયન એર ફોર્સે પાંચ દાયકાઓથી વધુ સમય સુધી પોતાના સૌથી ભરોસાપાત્ર ફાઇટર જેટ મિગ-21ને વિદાય આપી દીધી હતી. બિકાનેરના નાલ એર બેઝ પર એર માર્શલ બીએસ ધનોઆએ વિમાનમાં છેલ્લી ઉડાણ ભરી હતી. ત્યારબાદ તેને શાનદાર રીતે વિદાય આપવામાં આવી હતી. જો કે, મિગ-21નું અપગ્રેડ વર્ઝન બાઇસન હજુ પણ એરફોર્સનો હિસ્સો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close